શ્રીદેવીની ફોરેન્સીક રીપોર્ટ જાહેર કરાઈ : અકસ્માતે ડુબી જવાથી થયો મૃત્યુ

1,164

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે દુબઈમાં મૃત્યુ થયું હતું. પ્રાથમીક વિગતો મુજબ કાર્ડીઆ અરેસ્ટના કારણે તેનું મૃત્યુ થયાનું જાહેર થયેલ જોકે દુબઈમાં ત્યાંના કાયદાઓ મુજબ ત્યાંજ તેનો પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક રિપોર્ટ કરાવવામાં આવ્યો. આજે બપોરે દુબઈ પોલીસે ફોરેન્સીક રીપોર્ટ જાહેર કર્યો હતો

જેમાં શ્રીદેવીનું મૃત્યુ બાથરૂમમાં ટબમાં અકસ્માતે પડી જતા ડુબવાથી મૃત્યુ થયાનું તારણ આપવામાં આવ્યું છે. શ્રીદેવીએ આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું પણ રિપોર્ટમાં બહાર આવેલ છે. તેમજ બનાવ સમયે આસપાસના સંજોગો પર હજુ વધારે તપાસ ચાલુ છે. દુબઈ પોલીસે વધારે તપાસ માટે દુબઈ પબ્લિક પ્રોસીકયુશન સોપી છે. આ સમગ્ર અહેવાલ ‘ગલ્ફ ન્યૂઝે’ પોતાના ઓફીસીયલ ટવીટર એકાઉન્ટ પર ટવીટ કરી જાણકારી આપી છે.

Get real time updates directly on you device, subscribe now.