“ધારો કે અનામત આપી દીધી. પરંતુ નોકરીઓ ક્યાં છે?” : નીતિન ગડકરી
ઝી ન્યૂઝની વેબસાઇટ પર પ્રકાશિત સમાચારમાં ગડકરીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, દરેક સમાજ એવી માગણી કરે છે કે તેઓ ગરીબ અને પછાત છે. તેમણે કહ્યું, “ધારો કે અનામત આપી દીધી. પરંતુ નોકરીઓ ક્યાં છે? બૅન્કોમાં આઈટી (ઇન્ફોર્મેશન ટૅકનૉલૉજી)ને કારણે નોકરીઓ ઘટી રહી છે. સાથે જ સરકાર દ્વારા પણ ભરતી નથી થઈ રહી.” “અનામત સાથે જોડાયેલી મુશ્કેલી એ છે કે પછાતપણું રાજનીતિનું સાધન બની રહ્યું છે. હાલમાં બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બ્રાહ્મણોનો પ્રભાવ છે. તેઓ પણ કહી રહ્યા છે કે તેઓ પછાત છે.” પાટીદારોને અનામત ન મળી પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠાઓને મળશે? ‘અનામત અઘરી છે પણ અશક્ય નથી’ તેમણે એવું પણ કહ્યું કે દરેક સમાજમાં એક ખાસ પ્રકારની વિચારધારા ધરાવતા લોકો છે જેઓ એવું ઇચ્છે છે કે તેમને ગરીબ અને પછાત માનવામાં આવે. અને આ બાબતનો લાભ અમુક રાજકીય પક્ષો રાજકારણ માટે કરી રહ્યા છે જે ન થવું જોઈએ.