કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવા અગ્રણી યજુવેન્દ્રસિંહ જાડેજાની વરણી

523

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. ઘણા સમયથી સંગઠનમાં ફેરફાર કરવાની ચાલી રહેલ અટકળોનું આજે અંત આવ્યું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની ટર્મ પુરી થતા નવા પ્રમુખ તરીકે યુવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. યજુવેન્દ્રસિંહ જાડેજા અગાઉ યુથ કોંગ્રેસમાં વિવિધ હોદા પર રહી અને કોંગ્રેસ માટે સંગઠનની કામગીરી કરેલ છે. હાલમાં પણ તેઓ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવા ચહેરાને તક આપતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. તેમજ યજુવેન્દ્રસિંહના પિતા શૈલેન્દ્રસિંહ જાડેજા પણ કોંગ્રેસ પક્ષના સંગઠનમાં વિવિધ હોદા પર રહી પક્ષ માટે કામ કરેલ છે. તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાની ચુંટણી પણ લડી ચુકયા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સંગઠનમાં યુવાઓને તક આપવામાં આવી છે. જેમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ તક આપવામાં આવી. ત્યાર બાદ જિલ્લા સંગઠનમાં પણ યુવાઓને તક આપી પાર્ટીના સંગઠન મજબુત બનાવવા કવાયત તેજ કરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.