મીડિયા નગારા, ઢંઢેરા થી મોબાઈલ સુધી

પ્રાચીન કાળ થી સંદેશા વ્યવહાર વર્તમાન પરિસ્થિતિ થી વાકેફ રહેવા મનુષ્યએ માધ્યમો વિકસાવ્યા તે જુદા જુદા સ્વરૂપે આજ સુધી સતત વિકસતા જાય છે. પ્રાચીનકાળ માં એક બીજાના  ખબર અંતર પૂછવા અને સંદેશાઓ ની આપ લે માટે કબૂતરનો ઉપયોગ માધ્યમ તરીકે થતો તેવું આપણે સાંભળતા આવીએ છીએ. વસતિ વધારા અને વિકાસની સાથે સાથે ખબર મેળવવાના માધ્યમો બદલતા રહ્યા છે. જુના જમાનામાં લોકોને જાહેર માહિતીથી અવગત કરાવવા નગરમાં રાજાઓ મહારાજાઓ ના આદેશ થી ઢંઢેરો પીટવામાં આવતો અને જાહેર હિતમાં કેટલાક સંદેશા વાંચી સંભળાવતા. કાળક્રમે માનવવિકાસની સાથે ઢંઢેરાની જગ્યા કાગડે લીધી, ત્યાર બાદ રેડીઓ અને ટીવીએ આધુનિક યુગમાં માધ્યમ તરીકે ધૂમ મચાવી, પરંતુ દરેક ગડીએ બદલતા જતા વર્તમાન સમય માં સોશ્યલ મીડિયા દેશ દુનિયા સાથે લોકોને જોડવાનું અસરકારક અને ઝડપી માધ્યમ બની જતા મીડિયા જગત પણ આ ડીઝીટલ માધ્યમ તરફ આકર્ષાયું પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા ઉપરાંત સોશિયલ સાઇટ્સ ફેસબુક, ટ્વિટર વગેરેનો ઉપયોગ સમાચાર વહેતા કરવા પણ થઇ રહ્યો છે. મીડિયા જગતમાં ઝડપી સમાચારો મેળવવા હવે ન્યૂઝ પોર્ટલ અને ન્યૂઝ વેબસાઈટ હાથ વગું સાધન છે. પરંતુ સ્પર્ધા ના કારણે સમાચારો પણ જનમાનસમાં અફવાઓનું સ્વરૂપ ધારણ કરતા જાય છે તે પણ એક કડવી વાસ્તવિકતા છે. કચ્છ જિલ્લા માં મીડિયા ક્ષેત્રે અનેક બદલાવ બાદ મીડિયાનું ડીઝીટલ સ્વરૂપ એટલે કે ન્યૂઝ પોર્ટલ ‘વોઇસ ઓફ કચ્છ ‘ના નામથી પ્રારંભ કરીને વર્તમાન સમયના શુદ્ધ, સત્તાવાર અને તટસ્થ સમાચારો સતત આપીને કચ્છ, દેશ તેમજ દુનિયા માં વસતા કચ્છી માડુઓને બા-ખબર કરવાનો નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ.

માત્ર બ્રેકીંગ ન્યૂઝ નહિ, તટસ્થ ન્યૂઝ…

વર્તમાન સમયમાં ઝડપી સમાચાર પીરસવા માટે મીડિયા ક્ષેત્રમાં ચાલી રહેલી સ્પર્ધા અને ઝડપી સમાચાર આપવાની લાહ્ય માં સમાચારોની ગુણવતા, તટસ્થતા અને કેટલાક કિસ્સાઓ માં સત્તાવાર માહિતી લેવાના બદલે લોકોને આકર્ષી શકે તેવા મુદ્દા અને શબ્દો પાર મદાર રાખવામાં આવે છે. પરંતુ આગવી સંસ્કૃતિ, ઇતિહાસ અને અનોખી જીવનશૈલી ધરાવતા કચ્છી માડુઓ ને ‘વોઇસ ઓફ કચ્છ’ ના માધ્યમ થી માત્ર બ્રેકીંગ કે એક્સક્લુઝિવ ન્યૂઝ જ નહિ પરંતુ તટસ્થ અને પ્રજાલક્ષી ન્યૂઝ મળી રહે એ અમારી પ્રથમ કોશિસ રહેશે.

કેવી રીતે જોડાશો ‘વોઇસ ઓફ કચ્છ’ થી ?

આપના મોબાઈલ પરથી +918866027499 પર વોટ્સ  એપ દ્વારા આપનુ નામ અને ગામનું નામ લખીને મોકલો. વોટ્સ એપના માધ્યમથી આપને દરરોજ ‘વોઇસ ઓફ કચ્છ’ના ન્યૂઝ અપડેટ મળતા રહેશે, આ ઉપરાંત ઈન્ટરનેટ મારફતે અમારી વેબસાઈટ www.voiceofkutch.com  ની મુલાકાત લઇને ન્યૂઝ અપડેટ મેળવી શકો છો.