મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે જુગાર રમતા છ ઝડપાયા

2,116

મુન્દ્રા : તાલુકાના કાંડાગરા ગામે જુગાર રમતા છ જણાને રૂ. 43900 ના મુદામાલ સાથે ગત રાત્રે મુન્દ્રા પોલીસે રેઇડ કરી ઝડપી પાડયા હતા. મળતી વિગતો મુજબ મુન્દ્રા પી.આઈ. એમ. એન. ચૌહાણ પોલીસ સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રેઇડ કરી મોટા કાંડાગરા ગામે આવેલ પ્રાથમિક શાળાની સામે આવેલ કોમ્પલેક્ષની દિવાલ પાસે ધાણી પાસાનો જુગાર રમતા આરોપીઓ દશરથસિંહ બાલુભા જાડેજા, રવિન્દ્રસિંહ ચંદુભા ઝાલા, હિંમતસિંહ ભીખુભા પરમાર, શિવરાજસિંહ લધુભા જાડેજા, રણછોડસિંહ ગુમાનસિંહ રાઠોડ, લાલજી ગાંગજી મહેશ્વરીને રોકડા રૂપિયા 30900 તથા મોબાઇલ ફોન 7 નંગ કિમત રૂપિયા 13000 સહિત 43900 રૂ. ના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.