આશાપુરા કંપનીમાં પર્યાવરણ મુદે યોજાયેલ જન સુનાવણીમાં અનેક પ્રશ્નો ઉભા થયા

660

લેર : ભુજ તાલુકાના લેર ગામે આવેલ આશાપુરા પર્ફોકલે કંપનીના બ્લીચીંગ કલેના ઉત્પાદનમાં વધારો કરવા માટે પર્યાવરણ સબંધી જન સુનવણી આજે યોજાઈ હતી. કંપની હાલે બ્લીચીંગ કલેનું 12000 મેટ્રીક ટન દર મહિને ઉત્પાદન કરી રહી છે જેને 16000 મેટ્રિક ટન સુધી વધારવા મંજુરી માંગી છે. આ સમગ્ર સુનવણી કલેકટર કચ્છ રેમ્યા મોહનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શરૂઆતમાં પર્યાવરણ બાબતે કંપની દ્વારા લેવાતી કાળજીનો પ્રેઝનટેશન રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકોની રજુઆતો સાંભળવામાં આવી હતી. આ સુનાવણીમાં ભુજ તાલુકા પંચાયતના સદસ્ય રાજેશ આહિરે પાણીના વપરાશ, ઘન કચરાનો નિકાલ, રોજગારી પ્રશ્નો અને પર્યાવરણને કંપની દ્વારા થતા નુકશાન બાબતે રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો જયારે કોંગ્રેસના ધીરજ ગરવાએ અગાઉ સુનાવણીમાં કરેલ ફરિયાદોનો નિકાલ ન થયો હોવાનું જણાવી અને તંત્ર અને કંપનીની મીલીભગત હોવાના આક્ષેપ કર્યા હતા અને આ સમગ્ર સુનવણી ઔપચારિક હોવાનું જણાવ્યું હતું. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત સદસ્ય વાલજી ડાંગરે આ સુનવણી સ્થળ પર ન કરી અને પ્લાન્ટના લોકેશનથી દુર કરવા બાબતે રજુઆત કરી હતી. માધાપર જુનાવાસના પૂર્વ ઉપસરપંચ રમેશ આહિરે કંપનીને પાણી આપવાના કારણે ભૂગર્ભ જળનું સ્તર નીચું જઇ રહયું હોવાની રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો તેમજ આસપાસનાં ગામોમાંથી જાગૃત નાગરિકોએ આ સુનાવણીમાં રોજગારી, ખેતીને થતા નુકસાન વગેરે મુદે કંપની પર નિશાન સાધ્યું હતું.

‘વોઇસ ઓફ કચ્છ ન્યુઝ’ ના એડીટરે પણ આશાપુરા કંપનીને અગાઉ આપેલ NOC પર તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આપેલ નોટીસ પર અમલવારી ન થતી હોવાની ફરિયાદ કરી હતી. વધારેમાં કંપનીએ પર્યાવરણની NOC લીધા વગર કંપનીએ પ્લાન્ટનું બાંધકામ કરેલ હોવાનું જણાવી અને આ ગેરકાયદેસર બાંધકામ કરી બનેલ પ્લાન્ટને તોડી પાડવા રજુઆત કરી હતી. જોકે અન્ય લોકોએ આ કંપનીનું સ્થાનિક રોજગારી મુદે સમર્થન પણ કર્યું હતું અને કંપનીને આસપાસનાં ગામો માટે ફાયદાકારક ગણાવી હતી. તમામ રજૂઆત બાબતે કલેકટર કચ્છએ જણાવ્યું કે આ તમામ રજૂઆતોને ધ્યાને લેવામાં આવશે અને કંપની દ્વારા ટુંક સમયમાં લેખીત જવાબો આપવામાં આવશે પછી જ આગળની કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી.

Get real time updates directly on you device, subscribe now.