ઘરફોડ ચોરી તેમજ કેબલ ચોરીના ચાર જેટલા કેસમાં ફરાર આરોપીની પશ્ચિમ કચ્છ LCB એ ધરપકડ કરી

467

ભુજ : પશ્ચિમ કચ્છ LCB એ ઘરફોડ ચોરી અને કેબલ ચોરીના ચાર જેટલા કેસમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ LCB ના પો. કો. મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે 2017ના વર્ષમાં ભુજ બી ડિવિઝન તેમજ પધ્ધર પોલીસ મથકે કેબલ ચોરીના કેસનો આરોપી હાસમ ઉર્ફે હાસીયો ઓસમાણ વાઢા રહે. કાઢવાંઢ, ખાવડા પોતાની ધરપકડ ટાળવા અબડાસા અને લખપત તાલુકાના અલગ અલગ સ્થળોએ છુટક મજુરી કરી ને નાસતો ફરે છે.

આ બાતમીના આધારે LCB સ્ટાફના મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા સામતભાઇ આણદાભાઇ પટેલ અને રઘુવિરસિંહ ઉદુભા જાડેજાએ પોતાના સોર્શ મારફતે હકિકત મેળવી લખપત તાલુકાના ખારોઇ ગામની સીમમાં કોર્ડન કરી ધરપકડ કરી હતી. તેની પુછપરછ કરતે તેણે કબુલ્યું હતું કે પોતાના મિત્રો સાથે તેણે ભુજ તેમજ પધ્ધરની આસપાસની વાલીઓ માંથી કોપર કેબલ, બેટરી તથા ટ્રેકટરના સેલની ચોરી કરી હતી જેમાં તેના સાથે રહેલ ત્રણ મિત્રોની ધરપકડ થઇ જતા પોતે ખાવડાથી નાસી જઇ અબડાસા અને લખપતના ગામોમાં ફરતો હોવાનું કબુલ્યું હતું. આરોપી વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ તેમજ એક પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધેલ હોવાનું જાણવા મળતા હાલ આરોપીને પકડી અને ભુજ બી ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.