શહીદનો કોઇ ધર્મ હોતો નથી, સેનામાં કોઇના બલિદાનમાં સાંપ્રદાયિક રંગ અપાતો નથી

195

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. જમ્મુના સુંજવામાં 6 અને શ્રીનગરમાં 1 જવાન શહીદ થયા હતા. જોકે, આતંકવાદી હુમલામાં પણ નેતાઓ નેતાઓએ રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે. સેનાએ સ્પષ્ટ કરતા કહ્યું કે નિવેદન આપતા લોકો સેનાને જાણતા નથી, શહીદોનો કોઇ ધર્મ હોતો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે સેનામાં કોઇના બલિદાનમાં સાંપ્રદાયિક રંગ આપતા નથી, સેનામાં તમામ એક સમાન છે.

જે દેશની સામે હથિયાર ઉઠાવે છે તે આતંકવાદી છે. ઉલ્લેખનીય છે કે સેનાનું નિવેદન તે સમયે સામે આવ્યું છે જ્યારે ઓવૈસીએ કહ્યું તું કે જમ્મુમાં આતંકવાદી હુમલામાં શહીદ થનારા સૈનિકોમાં 6માંથી 5 મુસ્લિમ છે. સેનાની ઉત્તરીય કમાન્ડના વડા લેફ્ટન્ટ જનરલ દેવરાજ અંબુએ બુધવારના રોજ કહ્યું આ સમયે દુશ્મ સંપૂર્ણ રીતે અસ્વસ્થ છે, કારણકે તેઓ સરહદ પર કંઇ કરી શકતી નથી. માટે આ રીતે અંદર ઘૂસીને હુમલો કરી રહ્યાં છે.

Get real time updates directly on you device, subscribe now.