પ્રવીણ તોગડિયાની ધરપકડ, એન્કાઉન્ટરની આશંકા

2,300

અમદાવાદઃ રાજેસ્થાન પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી લીધી છે તેવા અહેવાલો મીડિયા માં વહેતા થયા છે. જોકે આ બાબતે પોલીસ દ્વારા કઈ જાણકારી મળી નથી. પ્રવીણ તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ વીએચપીના કાર્યકરો હાઇવે પર ઉમટી પડ્યાં હતાં અને એસજી હાઇવે બ્લોક કરી ચક્કાજામ કર્યો. વીએચપીના કાર્યકરો મોટી સંખ્યામાં એસજી હાઇવે પર એકઠા થયા છે અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. પ્રવીણ તોગડિયાનું નામ રાજસ્થાનના ગંગાનગર પોલીસ સ્ટેશનમાં 10 વર્ષ જુના રાયોટિંગ કેસમાં અચાનક ખોલવામાં આવ્યું છે. જેને લઈને વીએચપીએ આરોપ મુક્યો છે કે, કિન્નાખોરી રાખીને ફરીથી કેસ ખોલવામાં આવ્યો છે. V H P ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તોગડિયા જ્યારથી સંઘ અને ભાજપની ઈચ્છા વિરુદ્ધ જઈને ફરીવાર અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેમને વૈચારિક રીતે ખતમ કરવા માટે કેટલાંક રાજકીય નેતાઓ સક્રિયતાથી યોજના ઘડી રહ્યા છે. તેમની સામે ગુજરાતમાં કેસ શરુ કરાયા છતાં તોગડીયા ઝૂક્યા ન હોવાથી રાજસ્થાન પોલીસને એક કેસમાં ડૉ. પ્રવીણ તોગડીયાની ધરપકડ કરવા માટે ગુજરાત મોકલવામાં આવી હતી. V H P ના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસ ગુજરાતમાં આવી છે, તે સામાન્ય પ્રકારની હલચલ નથી પણ અમને શંકા છે કે, તોગડીયાનું એન્કાઉન્ટર કરવામાં આવે એવી સંભાવના છે. (અહેવાલ www.divyabhaskar.co.in)

Get real time updates directly on you device, subscribe now.