સમગ્ર ગુજરાતના માછીમારોનો અવાજ બનશે “સમસ્ત માછીમાર સમાજ (ગુજરાત રાજ્ય)” સંગઠન

500

અહેમદાબાદ : ગુજરાત રાજયના નાના માછીમારોના પ્રશ્નો અને તેના ઉકેલ માટે એક અગત્યની મિટિંગ અહેમદાબાદ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતનાં રાજયના અલગ અલગ જિલ્લાના 30 પ્રતિનિધિઓએ હાજર રહ્યા હતા. તેમાં નાના માછીમારો માટેનું એક સંગઠન બનાવવામાં નક્કી કરવામાં આવ્યું હતું જેનું નામ “સમસ્ત માછીમાર સમાજ (ગુજરાત રાજય)” ના નામે ઊભું કરવામાં આવશે અને હાલે તેની કાર્યકારી સમિતિ બનાવવામાં આવી છે. જેમાં ઉસ્માનગની શેરસિયા (કન્વીનર), હિરલભાઈ ઠીમર (ભરૂચ) સિદ્ધિક જસરયા (સલાયા), અયુબ માંજલીયા (મુંદ્રા) વાળાનો સમાવેશ કરાયો છે.

જેમાં ગુજરાતનાં રાજયના માછીમારોની અલગ અલગ સમસ્યાઓ પર ચર્ચાઑ કરવામાં આવી હતી અને તે પછી માછીમારોની માંગણીઓ નક્કી કરવામાં આવી હતી. જેમાં માછીમારોની દરિયા કિનારા પરની જમીનો પર અધિકારો હોવો જોઈએ, માછીમારોના બંદરો કે ગામમાં પીવાનું પાણી, આંગણવાડી, સ્કૂલ, વીજળી, બંદર પર જવા આવવા માટે ટ્રાન્સપોટેશન સુવિધા અને ડીઝલ પર રોડ ટેક્સ છે તે નાબૂદ કરવામાં આવે કારણ કે, માછીમારો ડીઝલ તો દરિયામાં ડીઝલ વાપરે છે તો રોડ ટેક્સ કેમ આપવો અને ડીઝલ પર અત્યાર સુધી જે ટેક્સ માફ કે સબસિડી આપવામાં આવે અને સબસિડી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે, ઓબીએમ બોટોને કેરોસીનનો પુરવઠો આપવામાં આવે અને માછીમારોની બોટનો સર્વે અને રજીસ્ટ્રેશન કામગીરી ઝડપથી કરવામાં આવે અને માછીમારી બહેનો માટે ફિશ માર્કેટની સુવિધા ઊભી કરવામાં આવે અને ફિશ સ્ટોર માટે સરકાર દ્વારા સુવિધા ઊભી કરવામાં આવે જેથી કરીને માછીમારોને જ્યારે ફિશ વધુ હોય ત્યારે સસ્તા ભાવે આપવી પડે છે તે ન આપવી પડે.

માછીમારો દ્વારા માછલીના ઉત્પાદન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. દરિયા કિનારા પર ઉઘોગો અને બીજી પરિયોજનાઓ પછી સતત માછલીના ઉત્પાદન ઘટ્યું છે, તેને રોકવામાં આવે અને માછીમારોની આજીવિકાને પણ ધ્યાને લઈને કોઈ પણ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવે. નદીઓ પર ઉઘોગોને પાણી આપવા માટે જે મોટા ડેમ કે યોજનાઓ બનાવવામાં આવી રહી છે તેના અભ્યાસ કરવામાં આવે અને પછી જ મંજૂરી આપવામાં આવે, હાલે ભરૂચના ભાડભૂત ડેમ બનાવવામાં આવી રહ્યો છે. તે ડેમને કારણે જેમ કચ્છના સુરજબારીમાં હિલસા (પલો) માછલી નાશ થઈ અને આખા ગુજરાતમાં હાલે ભરૂચ સિવાય હિલસા માછલી બીજે મળતી નથી. ત્યારે આ ડેમને કારણે ભરૂચમાં આવતા વર્ષો પછી હિલસા માછલી મળશે કે કેમ ? તે પ્રશ્ન છે.

આ ઉપરોકત મિટિંગમાં કમલેશભાઈ, કાલિદાસભાઈ, કલ્પેશભાઇ, સુનિલકુમાર, હિરલકુમાર, સિદ્ધિકભાઈ, જૂસબભાઈ, હાજીભાઇ, નાઝિરભાઈ, ઓસમાણભાઈ, સુલ્તાનભાઈ, ઇબ્રાહિમભાઈ, અનવરભાઈ, અલ્તાફભાઈ, ઈશાભાઈ, સલિમભાઈ, આરબભાઈ, અસ્લમભાઈ, અલારખાભાઈ વગેરેએ હાજરી આપી હતી.

Get real time updates directly on you device, subscribe now.