રાપર તાલુકાના ગાગોદર ગામે મુસ્લિમ સમાજનો વિના કારણે બહિષ્કાર : તટસ્થ તપાસ કરી પગલા લેવા હાજી જુમા રાયમાની માંગ

9,363

ભુજ : રાપર તાલુકાના ગાગોદર ગામે મુસ્લિમ સમાજનો બહિષ્કાર થયાની ઘટના સામે આવી છે. કચ્છ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ આ મુદે કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે ત્યાંના સ્થાનિક લોકો પાસેથી તેઓને જાણવા મળ્યા મુજબ પુર્વ કચ્છ ના રાપર તાલુકા ના ગાગોદર ગામ મા બીન મુસ્લિમ સમાજ દ્વારા ગામના મુસ્લિમ સમાજ નો સામાજીક બહિષ્કાર કરવામા આવેલ છે. બીન મુસ્લિમ લોકો પાસે મુસ્લિમ સમાજ ના નોકરી ( મજુરી) કરતા લોકો ને છુટા કરી દેવાયા છે. ભાડા ના ઘરમાં રહેતા મુસ્લિમ ભાડૂઆતોને ભાડા ના ઘર ખાલી કરાવી નાંખવાના આવેલ છે.

આ મુદે તેઓએ જણાવેલ કે આ જાતનો સામાજીક બહિષ્કાર કરવું તે ભારત ના બંધારણ ની વિરુદ્ધ છે. આ મુદે ગામ મા અશાંતિ ફેલાય અને વાત વધુ ઉગ્ર બંને તે પહેલા તાત્કાલિક વહીવટી તંત્ર તપાસ કરી અને કાર્યવાહી કરવા અપીલ કરી છે.

આ મુદે વધુ માહિતી માટે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ દ્વારા હાજી જુમા રાયમાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે તેઓને સ્થાનિક લોકોએ આ બાબતે જાણ કરી છે. બહિષ્કાર પાછળ કારણ પુછતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે કોઈ કારણ અમને આપવામાં આવ્યો નથી. ન તો કોઈ ઝઘડો કે માથાકૂટ થઈ છે. વિના કારણે આ રીતે સમગ્ર મુસ્લિમ સમાજનો બહિષ્કાર કરાયો છે. આ મુદે પોલીસ અને વહિવટી તંત્ર તત્કાલ તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ હાજી જુમા રાયમાએ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોઈ અનબન કે કારણ વગર આ પ્રકારે બહિષ્કાર કરવું એ આશ્ચર્ય જનક બાબત છે. આ મુદે પોલીસ ગંભીરતાથી લઈ તટસ્થ તપાસ કરે તો સચ્ચાઈ બહાર આવે તેવી શક્યતા છે.

Get real time updates directly on you device, subscribe now.