ગુજરાતમાં કોમી ઉશ્કેરાટ ફેલાવતા ભાષણ કરનાર સામે કાર્યવાહી કરવા સરકારને MCCનો 6 દિવસનો અલ્ટીમેટમ : નહિંતર ગાંધીનગર સુધી “ન્યાય માર્ચ”

2,038

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી કોમી વૈમનસ્ય ફેલાવતા ભાષણો કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે, આ કિસ્સાઓમાં હજી સુધી પોલીસે ન તો FIR કરી છે અને નથી કોઈની ધરપકડ થઈ. આ મુદે કાર્યવાહી કરવા માઇનોરિટી કો-ઓર્ડીનેશન કમિટિ (MCC)ના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને 6 દિવસનો અલ્ટીમેટ આપવામાં આવ્યું છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર સુધી ન્યાય માર્ચ કાઢવાની ચેતવણી અપાઇ છે.

તેઓએ વિસ્તૃતમાં જણાવ્યું કે આણંદ જિલ્લામાં તા-24 ઓક્ટોબરના રોજ પિંકલ ભાટિયા દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવા ભાષણો આપીને ટોળાને હિંસા માટે ઉશ્કેરયા, જેની લેખિતમાં ફરિયાદ આપવા છતાં આરોપી ઉપર FIR દાખલ નથી થઈ, જેથી આરોપી હજુ પણ બહાર ખુલ્લા ફરી અને લોકોમાં ભય ઉત્પન્ન કરી રહ્યા છે. બીજી ઘટના મોરબી જિલ્લાના, મોરબી ટાઉનમાં તા-27-10-21 ના રોજ એક જાહેર સભામાં કાજલ નામની મહિલા દ્વારા ટોળાને ખુલ્લી રીતે મુસ્લિમ ધર્મની મસ્જિદ તોડવા માટે આહ્વાન કરવામાં આવેલ, જેની લેખિત ફરિયાદ 28-10-21 ના રોજ મોરબી ખાતે કરવામાં આવી પરંતુ તેની પણ હજુ સુધી FIR દાખલ કરવામાં આવેલ નથી.

સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા WRIT PETITION (CIVIL) NO. 754 OF 2016 કેસમાં તા- ૧૭-૭-૨૦૧૮ ના આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે ટોળાં ની હિંસા બાબતની કોઈ પણ ફરિયાદ વિના વિલંબે થવી જોઇએ અને એવા હિંસા ફેલાવનાર તત્વોની ઓળખ કરીને કાનૂની સકન્જામાં લાવવા જોઈએ. ખુબજ દુર્ભાગ્ય પૂર્ણ કહેવાય કે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ પણ અમલમાં નથી લાવી શકી. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને પણ પત્ર લખીને કોમી ઉશ્કેરાટ ફેલાવતા તત્વોની યોગ્ય કલમોમાં ધરપકડ માટે અનુરોધ કર્યા છતાં પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

આ મુદે MCC એ પ્રશાસનને 9 નવેમ્બર સુધી એટલે કે 6 દિવસનો આરોપીઓની ધરપકડ કરવાનો અલ્ટીમેટમ આપ્યો છે, જો આરોપીઓને પકડવામાં નહી આવેતો તારીખ 10 નવેમ્બર 2021ના રોજ રાજભવન ગાંધીનગર સુધી ન્યાય માર્ચ કાઢવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.