BKT કંપનીની જન સુનવણી ફરી એકવાર મોકુફ : તાલુકા પંચાયત સદસ્યાએ કરી હતી માંગ

262

ભુજ : પધ્ધર ગામે આવેલી ટાયર ઉત્પાદન કરતી બાલ ક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદન વધારવા હેતુ, 28 ઓક્ટોબરના પર્યાવરણીય મંજૂરી માટે જન સુનવણી યોજાનાર હતી, જે ફરિ એકવાર મોકુફ રહી છે.

કંપની દ્વારા અગાઉ પણ 27 જુલાઇના જન સુનવણી યોજાવાની હતી જે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્યની રજૂઆતના કારણે કોવિડ ગાઇડ લાઇન અનુલક્ષીને મોકુફ રાખવામાં આવી હતી. તે સમયે કંપની દ્વારા ન્યુઝ પેપરમાં જાહેરાત આપી તેમાં કોવિડ ગાઇડ લાઇનનો હવાલો આપી મોકુફ રાખ્યાનું જણાવેલ હતું. ફરિ બીજી વખત કંપની દ્વારા 28 ઓક્ટોબર સુનવણી યોજવા જાહેરાત આપી હતી, પણ ફરિ એક વખત પધ્ધર તાલુકા પંચાયત બેઠકના સદસ્યા શાંતિબેન રાજેશ આહિર દ્વારા આ મુદે કલેક્ટરને રજૂઆત કરી, કોવિડ ગાઇડ લાઇન મુજબ આ સુનવણી યોજાવાનું શક્ય ન હોઇ, સુનવણી સ્થગિત કરવા માંગ કરી હતી. જેને ધ્યાને લઈ BKT કંપનીની જન સુનવણી ફરિ એકવાર મોકુફ રાખવામાં આવી છે.

સ્થાનિક રોજગારી મુદે લોકોમાં રોષ

આ વખતે ફક્ત કોવિડ ગાઇડ લાઇન નહીં પણ કંપનીને સ્થાનિક લોકોના રોષનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અંગત વર્તુળો માથી મળતી માહિતી મુજબ આસપાસના ક્રાઇટ એરિયામાં આવતા ગામોના લોકોમાં કંપનીને લઈને સ્થાનિક રોજગારી મુદે મોટી નારાજગી જોવા મળી રહી છે. આ સુનવણી યોજાય તો ફક્ત કોવિડ ગાઇડ લાઇન જ નહિં પણ કંપનીને સ્થાનિકોની નારાજગીનો ભોગ બનવું પડે તેવી પુરી શક્યતા હતી. સાંભળવા તો એટલા સુધી મળ્યું કે ખૂદ કંપનીના માલિક આ પરિસ્થિતિનો તાગ મેળવવા અહિં આવ્યા હતા, બાદમા આ નિર્ણય લેવાયો છે. તે સિવાય ગ્રામ પંચાયતના વેરા-ટેક્ષ પણ કંપની ભરપાઈ ન કરતી હોવાથી, લાખો રૂપિયાનો ટેક્ષ પંચાયત ચોપડે બાકી છે. જેથી સ્થાનિક ગ્રામ પંચાયતના વિરોધનો પણ સામનો કરવો પડે તેવી પુરી શક્યતા છે. હવે પછી સુનવણી ક્યારે યોજાય તેના પર સ્થાનિક લોકોની મીટ મંડાઇ છે.

Get real time updates directly on you device, subscribe now.