પ્રાદેશિક નગરપાલિકા નિયામકની બદલી કરવા માંગ : ભુજ નગરપાલિકા વિરૂદ્ધ ફરિયાદોની તપાસમાં ફીંડલુ વળી જતો હોવાના આક્ષેપ

1,771

ભુજ : પ્રાદેશિક નગરપાલિકા નિયામક રાજકોટ ઝોનની નિમણૂકને 4 વર્ષ થયા છતાં તેની બદલી કરાઇ ન હોવાથી, ભુજ નગરપાલિકા વિરૂદ્ધ કરવામાં આવતી ફરિયાદો પ્રભાવિત થતી હોવાના આક્ષેપ સાથે અધિક મુખ્યસચિવ શહેરી વિકાસને ભુજ શહેર કોંગ્રેસ લઘુમતિ વિભાગના પ્રમુખ સહેજાદ સમાએ રજૂઆત કરી છે.

જેમાં જણાવેલ છે કે રાજ્ય સરકાર તરફથી રીજીયોનલ નગરપાલિકા નિયામકની કચેરી જ્યારથી શરૂ કરવામાં આવી ત્યારથી તીલક શાસ્ત્રીની ચીફ ઓફિસર વર્ગ 1 તરિકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ માંડવી નગરપાલિકાના મુખ્ય અધિકારી પણ રહી ચૂક્યા છે. બાદમાં રાજ્ય લેવલે ચીફ ઓફિસરોની કેડર ઉભી કરવામાં આવી, જેમાં તેઓને ભુજ અને અંજારમાં પણ ફરજ સોપવામાં આવી હતી. તેઓની આ જિલ્લા ઝોનમાં પકડ ખૂબ જ મજબુત છે. આ અધિકારી નગરપાલિકા સાથે સંકળાયેલ સતાધિશો સાથે સારો ધરોબો હોવાના કારણે, ભુજ નગરપાલિકા વિરૂદ્ધ ફરિયાદો પ્રભાવિત થઈ રહી હોવાનું પણ જણાવાયું છે.

ભુજ નગરપાલિકા વિરૂદ્ધ તપાસો, વહિવટી નિરીક્ષણ, પ્રજાની રજૂઆતો અને ભ્રષ્ટાચારની ફરિયાદોનો યોગ્ય નિકાલ કરાતો નથી. ફરિયાદોનો યોગ્ય પરત્યુતર મળતો નથી, ફક્ત અહેવાલ મંગાવી ફીર્માલીટી પુરી કરાય છે, કોઇ પ્રકારની નકકર કાર્યવાહી થતી નથી. તેમજ RTI ની અપીલમાં આધાર પુરાવા અને દલીલોને નજરઅંદાજ કરીને નગરપાલિકા વિરૂદ્ધ એક તરફી નિર્ણય પણ આ અધિકારી દ્વારા લેવાયા છે. રિજીયોનલ કચેરી દ્વારા સમયાંતરે વહિવટી નિરીક્ષણ પણ યોગ્ય રીતે થતું નથી. નગરપાલિકા દ્વારા પસાર કરાતા ઠરાવોની ચકાસણી કરી, નિયમો વિરૂદ્ધ ઠરાવ રદ કરવાની પ્રક્રિયા પણ થતી નથી. નિયમ- પરિપત્રો વિરૂદ્ધ થયેલ ખર્ચ વસુલવાની પ્રક્રિયા પણ થતી નથી.

આ તમામ બાબતોને ધ્યાને લઈ પ્રાદેશિક નગરપાલિકા નિયામકની નવા મુખ્યમંત્રીની પોલીસી, નવી સરકારની નિતી રીતી મુજબ રાજકોટ ઝોનથી બહાર બદલી કરવા રજૂઆતમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.