ભુજમાં પ્રવીણ તોગડિયાની ધરપકડના વિરોધમાં VHP દ્વારા ચક્કાજામ

1,066

ભુજ : રાજેસ્થાન પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ધરપકડ કરી લીધી છે તેવા અહેવાલો મીડિયા માં વહેતા થયા બાદ વીએચપીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુજરાતમાં ઠેર ઠેર વીએચપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી રસ્તા પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમની અસર કચ્છમાં પણ દેખાણી છે. ભુજ જયુબેલી ગ્રાઉન્ડ પાસે મોડી સાંજે વીએચપીના કાર્યકરો ભેગા થઈ પ્રવીણ તોગડિયાની ધરપકડના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રસ્તા પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જોકે આ બાબતે રાજસ્થાન પોલીસે પ્રવીણ તોગડિયાની ધરપકડ કર્યા હોવાનો ઇન્કાર કર્યો છે.

Get real time updates directly on you device, subscribe now.