અમદાવાદ એરપોર્ટ પાસેથી પ્રવીણ તોગડિયા બેભાન હાલતમાં મળી આવ્યા

879

અમદાવાદઃ કલાકો સુધી ગુમ રહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અમદાવાદ એરપોર્ટ પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા છે. શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર સુગર લો થવાના કારણે તેઓ બેભાન થયા છે. રાજેસ્થાન પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી લીધી છે તેવા અહેવાલો મીડિયા માં વહેતા થયા હતા. V H P ના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસ ગુજરાતમાં આવી છે, તે સામાન્ય પ્રકારની હલચલ નથી તોગડીયાનું એન્કાઉન્ટર કરવામાં આવે એવી સંભાવના વ્યકત કરાઈ હતી.

Get real time updates directly on you device, subscribe now.