પદ્માવતી ફિલ્મની રિલીઝ બાબતે શંકરસિંહ બાપુની ચીમકી : કાયદો વ્યવસ્થા બગડે તો માફ કરજો

438

અમદાવાદ : સંજયલીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવતી ૧ ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનો વિરોધ ગુજરાત સાથે સમગ્ર દેશમાં થઇ રહ્યો છે આ દરમ્યાન કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી જનવિકલ્પ મોરચાની આગેવાની લેનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફિલ્મની રીલીઝને લઈને કાયદો વ્યવસ્થા બગડે તો સિનેમા ઘરના માલિકો માફ કરે તેવી ખુલ્લી ચીમકી આપી છે.

એક માધ્યમને ઇન્ટરવ્યુ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ ફિલ્મના પ્રોડ્યુસર ભણસાલી ૧ ડિસેમ્બરના ફિલ્મ રિલીઝ કરવાના છે ત્યારે મેં જોઈ નથી પણ લોકો રિલીઝ પહેલાજ ઇતિહાસ સાથે ચેડાં થયા છે તેવું કઈ રહ્યા છે. માટે આ ફિલ્મ રિલીઝ પહેલા ક્ષત્રિય સમાજ તેમજ હિન્દૂ સમાજના આગેવાનોને પહેલા બતાડી અને પછી રિલીઝ કરવામાં આવે. સસ્તી લોકપ્રિયતા માટે સંસ્કૃતિ કે ઇતિહાસ સાથે  ચેડાં કરવાનો કોઈને અધિકાર નથી. જો બતાડ્યા પહેલા રિલીઝ કરવામાં આવશે તો ગુજરાતમાં કે સમગ્ર ભારત દેશમાં લોકો કાયદો વ્યવસ્થા હાથમાં લેશે તો સિનેમા ઘરના માલિકો અમને માફ કરે. માટે ફિલ્મ આગેવાનોને બતાડી અને રિલીઝ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.