કોંગ્રેસમાં જોડાયેલ કાર્યકરો ભાજપના હતા જ નહિ : અંજાર તાલુકા ભાજપ પ્રમુખ

1,234

અંજાર : આજે અંજાર મધ્યે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયો હતો જેમાં 600 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની જાહેરાત પોકળ અને છેતરામણી છે તેવું અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુ રાધુ આહીરે જણાવ્યું હતું. વધારેમાં તેમને જણાવ્યું કે જયારે ચૂંટણીઓ આવે ત્યારે કોંગ્રેસ ખોટી જાહેરાતો કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું અને મૂર્ખ બનાવવાનું કામ કરે છે. ખરેખર જે રતનાલના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા તે ભાજપના સક્રિય કાર્યકર્તા હતા જ નહિ. પરંતુ 2012 ની વિધાનસભામાં પણ તેઓએ  કોંગ્રેસ તરફી કામ કરેલ છે. આ કોંગ્રેસના જ કાર્યકરો છે જેથી ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાની વાત તદ્દન ખોટી અને પ્રજાને છેતરવા જેવી છે તેવું અંજાર તાલુકા ભાજપની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.