ભુજમાં ખુલ્લે આમ આચાર સંહિતાનો ભંગ : ચૂંટણી અધિકારી ઊંઘમાં

843

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. આદર્શ આચાર સંહિતા મુજબ હવે સરકાર કોઈ નવી યોજનાની જાહેરાત કરી શકશે નહિ તેમજ સરકારી યોજનાની જાહેરાત કરતા બેનરો પણ ક્યાંક લાગેલા હોય તો આચાર સંહિતા મુજબ તેને દૂર કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે.

અમુક જાહેર જગ્યાએથી બેનરો દૂર કરી વહીવટી તંત્રએ પોતાની કામગીરી બતાવી છે. પણ આવા સરકારી યોજનાની જાહેરાત કરતા ગણા બેનરો હજી પણ પોતાની જગ્યાએ યથાવત છે. આ બાબતને લઈને જાગૃત વર્ગમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ચૂંટણી અધિકારી હજી ઊંઘમાં જ છે. આદર્શ આચાર સહિતને ધ્યાને લઇ આવા તમામ બેનરો-હોર્ડિંગસો વહીવટી તંત્ર ત્વરિત દૂર કરી અને આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરાવે તેવું જાગૃતો ટકોર કરી રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.