ભાજપ-કોંગ્રેસ હોર્સ ટ્રેડિંગ છોડી પોતાના “કેપટન” જાહેર કરે

297

અમદાવાદ : જન વિકલ્પ મોરચાના પ્રવક્તાએ એક યાદી જાહેર કરી જણાવ્યું છે કે ૧૯૯૬-૯૭ માં રાજપા સરકાર સમયે પ્રજાકલ્યાણના કર્યોને પ્રાધાન્ય આપનાર પૂર્વ સી.એમ શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જન વિકલ્પ મોરચાના કેપટન રહેશે. શંકરસિંહ બાપુની આગેવાનીમાં ગુજરાતની ચૂંટણી જન વિકલ્પ મોરચો લડશે. કોંગ્રેસ અને ભાજપને પડકારતા  જન વિકલ્પના પ્રવક્તા પાર્થેશ પટેલે જણાવ્યું કે બંને પક્ષો લોકશાહીને કલંકિત કરનાર ખરીદ વેચાણ સંઘના તમાસા બંધ કરી પોતાની પાર્ટીઓના મુખ્યમંત્રી પદના ઉમેદવારો જાહેર કરવાની હિંમત બતાવે અને ગુજરાતની જનતા સામે  સ્પષ્ટ કરે કે આવનારા સમયમાં તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર દિલ્હી હાઈકમાન્ડની કઠપૂતળી નહિ હોય. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના સહારે ચૂંટણી જીતવા નીકળેલ બંને પાર્ટી પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી ગુજરાતની જનતાને ખુલ્લાસો આપે કે ભવિષ્યમાં તેઓ કોને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા માંગે છે.

વાધરેમાં જણાવ્યુકે રાજ્યમાં વર્ષોથી કુશાસન આપનાર ભાજપ-કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા ચૂંટણીલક્ષી હોર્સ ટ્રેડિંગ ચાલુ કર્યું છે. જે દેશની લોકશાહી અને ગુજરાતની સમાજ વ્યવસ્થા માટે ઘાતક છે. જન વિકલ્પ મોરચાએ ચૂંટણી જંગમાં ઝંપ લાવતા બાપુના ડર અને હારની હતાશા થી રઘવાઈ થઈને બંને પાર્ટીઓ રાજ્યની સામાજિક એકતાને ડહોળવાનું પ્રયત્ન બંદ કરી જો તેમના પાસે મુખ્યમંત્રી પદ માટે સક્ષમ ઉમેદવાર હોય તો રાજ્યની હાઈકમાન્ડ જનતા સામે તેમનું નામ જાહેર કરે. તેમજ સંવેદનસીલતા, નિર્ણાયકતા, ગતિશીલતા અને પારદર્શકતાને વરેલા શંકરસિંહ બાપુને આવનારા સમયમાં ગુજરાતની જનતા તેમના જનહિતના કાર્યોને ધ્યાને લઇ ફરી સત્તાના સૂત્રો સોંપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.