ISIS એજન્ટ મુદે અહમદ પટેલ પરના આક્ષેપ પાયા વિહોણા : સરદાર પટેલ હોસ્પિટલ

193

અમદાવાદ : તાજેતરમાં ગુજરાત ATS દ્વારા ISIS ના બે એજન્ટને સુરતથી દબોચી લેવાયા છે. આ આતંકીઓ પૈકી એકનું કનેક્શન અંકલેશ્વર સાથે નિકળતા રાજ્યના મુખ્યામંત્રીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના રાજીનામાની માંગણી સાથે પકડાયેલા ISIS એજન્ટ મોહંમદ કાસીમ સ્ટીમરવાલા જે હોસ્પિટલમાં કામ કરતો તે સરદાર પટેલ હોસ્પિટલના અહમદ પટેલ ટ્રસ્ટી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદે સીએમે રાજ્યસભામાંથી અહમદ પટેલના રાજીનામાની માંગણી કરી છે.

બીજી તરફ સરદાર પટેલ હોસ્પિટલના સત્તાવાળાઓ જાહેર કરેલો ખુલાસો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે જેમા હોસ્પિટલના ટ્રસ્ટની સહી સાથે જણાવ્યું છે કે આતંકવાદી પ્રવૃત્તિમાં પકડાયેલ સ્ટીમરવાલાએ હોસ્પિટલના નિયમો મુજબ પ્રવેશ મેળવ્યો હતો અને બાદમાં તેને છુટો કરી દેવાયો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું છે કે અદ્યતન હોસ્પિટલના નિર્માણમાં અહમદ પટેલ કે તેમના પરિવારનો કોઈ સભ્ય પણ ટ્રસ્ટમાં જોડાયેલ નથી પરંતુ આરોગ્ય લક્ષી સેવાઓ માટે તેમણે શ્રેષ્ઠ યોગદાન આપેલ છે. તેમના વિરુદ્ધ થયેલા આક્ષેપોને વખોડવાની સાથે લોકોએ ગેરમાર્ગે નહીં દોરાવા હોસ્પિટલ મેનેજમેન્ટના નામે ફરતા થયેલા લેટરપેડમાં જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.