સરકાર ૨૨ વર્ષ થી ગુજરાતની મનની વાત સાંભળતી નથી : રાહુલ ગાંધી

63

આણંદ: રાહુલ ગાંધી ફરીએક વાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મહેમદાવાદના ખાત્રજ ખાતેની જાહેર સભામાં કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર 22 વર્ષથી ગુજરાતના મનની વાત સાંભળતી નથી, વડાપ્રધાન ની મનકી બાત પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો એ પોતાના મનની નહિ પણ તમારા મનની વાત સાભળશે. તથા મોદીએ કોઇને પણ પૂછ્યા વગર નોટબંધી અને જીએસટી લાગુ કરી દીધી હોવાનું પણ કહ્યું હતું. રાહુલ ગાંધીની યાત્રા સંતરામ મંદિર પહોંચી હતી, જ્યાં તેમણે ફરી મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે ગુજરાતમાં બદલાવ આવી રહ્યો છે અને તેના કારણે મોદીના ચહેરા પરની ચમક પણ ઉતરતી દેખાઈ રહી છે. પેટલાદ પહોંચેલી નવસર્જન યાત્રામાં રાહુલ ગાંધીએ અમિત શાહના પુત્રને લઇને સામે આવેલ ખુલાસા અંગે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, કાલે મને જાણવા મળ્યું કે, અમિત શાહના પુત્રની કંપનીને 16 હજાર ગણું ફાયદો મળ્યો છે. કંપની તો જૂની છે અને 10-12 વર્ષથી કામ કાર્યરત છે, પરંતુ તેને ફાયદો 2014 પછી મળ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.