હળવદ પાસ દ્વારા યોજાયેલ સર્વધર્મ મહાસભા હાર્દિક પટેલે ગજવી

82

હળવદ: હળવદ પાટીદાર અનામત આંદોલન સમિતી આયોજીત સર્વધર્મ મહાસભા યોજવા માં આવી .આ મહાસભામાં અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં ગુજરાત ની ભાજપ સરકાર વિરૂદ્ધ પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું કે સરકાર પાટીદારોને બે મહિનામાં અનામત આપવા ઘેર આવવું પડશે. આ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ ખાતે હળવદ તાલુકા પાટીદાર આંદોલન સમિતી દ્વારા તાલુકાના ટીકગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ. જેમા પાટીદાર આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ સર્વધર્મ મહાસભામાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે જણાવેલ હતું કે સરકાર અમોને બે મહિનામા અનામત આપવા ઘરે આવશે . અને વધુમાં જણાવ્યું કે અમારા સમાજના ખેડૂત કે વિધવા બેન હોય તેમના સંતાનને 200 માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતાં પણ કોલલેટર ન આવે તે બાબત નો અમે વિરોધ કરીએ છીએ.

Get real time updates directly on you device, subscribe now.