આમિર ખાન ને ભાવી ગુજરાતી થાળી, દર શનિવારે વડોદરા થી ટિફિન મંગાવશે
મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાન પોતાની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડાં સમય પહેલાં જ આમિર ખાને નવરાત્રિમાં ફિલ્મનું સોંગ રીલિઝ કર્યું . આ ફિલ્મનું 90 ટકા શૂટિંગ વડોદરામાં થયેલ છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિર ખાન વડોદરાની જાણીતી ગુજરાતી થાળીમાં જમ્યો હતો. ગુજરાતી થાળી આમિરને ઘણી જ ભાવી તે ભરપેટ જમ્યો હતો. તેણે ગુજરાતી હોટલના મહારાજને મળી ફોટો પડાવ્યો હતો. આમિર ખાને પત્ની કિરણ રાવ માટે ડબ્બો ભરીને ભોજન પેક કરાવ્યું આટલું જ નહીં આમિર ખાન ગુજરાતી હોટલ સાથે મળીને નક્કી કર્યું કે દર શનિવારે વડોદરાથી મુંબઈ તેને ખાસ ગુજરાતી ભોજન મોકલવામાં ની વ્યવસ્થા કરવામાં આવે .તેમાં પણ મટકાની રબડી ખાસ મૂકવામાં આવે . આમિરને આ વાનગી ઘણી જ ભાવી હતી. આમિર ખાનની આ ફિલ્મ 19 ઓક્ટોબરના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં ઝાયરા વસિમ છે. ઝાયરા મુસ્લિમ ટીન-એજ ગર્લનું પાત્ર ભજવે છે. પિતાએ ગીત ગાવાની ના પાડતાં તે યુ ટ્યૂબ પર ચહેરો છુપાવીને સોંગ્સ ગાય છે. આમિર ખાન પોપ સ્ટારના રોલમાં છે.