પદ્માવત ફિલ્મના વિવાદાસ્પદ ‘ઘૂમર’ ગીત થી અમદાવાદમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રીનો સ્વાગત કરાયો

707

ભુજ : સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત સાથે તેના ઘૂમર ગીતનો દેશભરમાં ખુબજ વિરોધ થયો હતો તે જ ગીત પર ઇઝરાયેલના વડાપ્રધાનનો સ્વાગત કરવામાં આવ્યો છે. જયારે આ ગીતના વિરોધમાં કરણી સેના વિવિધ રાજયોમાં ઉગ્ર વિરોધ નોંધાવી ચુકી છે. ભારત પ્રવાસે આવેલા ઇઝરાયેલના વડાપ્રધાન અને તેમના પત્ની અમદાવાદ પહોંચ્યા ત્યારે પદ્માવત ફિલ્મના ઘૂમર ગીત પર કલાકારોએ નૃત્ય કરી તેમનું સ્વાગત કર્યો હતો. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ગુજરાત સહિત 4 ભાજપ શાસિત રાજયોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવાયો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રીના સ્વાગતમાં આ ગીતનો ઉપયોગ કરાતા પદ્માવત ફિલ્મ મુદે સરકારની નિતી પર લોકોમાંથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતને કીરણ દીપ નામની ટવીટર યુઝર્સ ટવીટર પણ કર્યું છે.

 

Get real time updates directly on you device, subscribe now.