મુસ્લિમોને ‘પદ્માવત’ ફિલ્મ ન જોવા હાજી જુમ્મા રાયમાની અપીલ
ગાંધીધામ : કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્મા રાયમાએ મુસ્લિમોને પદ્માવત ફિલ્મ ન જોવા અપીલ કરી છે. એક અખબારી યાદી જાહેર કરી ને જુમ્મા રાયમાએ જણાવ્યું છે કે રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી સાથે ખીલવાડ ફિલ્મ પદ્માવત પર વિધાનસભા ચુંટણી દરમ્યાન પ્રતિબંધ લગાવાયો હતો તે કેન્દ્ર સરકારના સેન્સર બોર્ડની મંજુરી મેળવી ફરીથી રીલીઝ કરવાનો નિર્ણય થયો તે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી સાથે ખીલવાડ કરાયો છે.
ફક્ત નામ બદલી અને કેન્દ્ર સરકારના સેસન્સ બોર્ડે ફરી મંજુરી આપી ત્યારે ભાજપ શાસિત ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો પણ આ મેટર કોર્ટમાં જતા રાજ્યોએ કેવીએટ દાખલ ન કરી અને પોતાનો પક્ષ પણ ન રાખ્યો તે ભાજપ શાસિત રાજયોની ફિલ્મ મેકર સાથે મીલીભગત સાબીત થાય છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજે એકબીજા માટે બલીદાનો આપ્યા છે જેનો ઇતિહાસ ગવા છે માટે મુસ્લિમ સમાજે આ ફિલ્મ જોવા ન જવું જોઈએ અને ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ તેવું યાદીમાં જણાવાયું છે.