પોલીસ કર્મચારી ભર બજારમાં નશાની હાલત વાળો વાયરલ વિડિઓ અરવલ્લી જીલ્લાના મોડાસાનો નીકળયો

435

ભુજ : પોલીસ કર્મચારી જાહેરમાં નશાની હાલતમાં ફરતા હોવાના બનાવ અનેક સામે આવતા રહ્યા છે. આજે સોશ્યલ મિડીયામાં ફરી આ પ્રકારનો એક વિડિઓ વાયરલ થયો છે. વિડિઓમાં પોલીસ કર્મચારી ભર બજારમાં દારૂના નશામાં લથડીયા ખાતો દેખાઇ રહ્યો છે. સોશ્યલ મિડિયામાં આ વિડિઓ મુન્દ્રાની બજારનો હોવાનું ચર્ચાઈ રહયું હતું. જયારે વોઇસ ઓફ કચ્છ ન્યુઝે તપાસ કરતા આ વિડિઓ અરવલ્લી જીલ્લાના મોડાસાનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સંદેશ ન્યુઝ પેપરમાં આ બાબતે તા. 8/3/18 એટલે કે આજના પેપરમાં અહેવાલ છપાયો છે. જોકે મુન્દ્રાનો હોય કે અરવલ્લીનો ગુજરાત ભરમાં દારૂ બંધી હોવા છતા આ કાયદાના રક્ષકો જ ખુલ્લેઆમ દારૂ પીને કાયદાનો ભંગ કરતા હોય તો સામાન્ય પ્રજામાં કાયદાની અમલવારી કેવી રીતે થશે માટે આ પોલીસ કર્મચારી પર તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ સોશ્યલ મીડિયામાં સચ્ચાઇ જાણી અને પછી લોકોએ વિડિઓ સેર કરવું જોઈએ જેથી લોકો ગેર માર્ગે ન દોરાય.

Get real time updates directly on you device, subscribe now.