પોલીસ કર્મચારી ભર બજારમાં નશાની હાલતમાં : વિડિઓ વાયરલ

1,560

ભુજ : પોલીસ કર્મચારી જાહેરમાં નશાની હાલતમાં ફરતા હોવાના બનાવ કચ્છમાં સામે આવી રહ્યા છે. આગાઉ થોડા સમય પહેલા ભુજમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં પ્રજાએ દારૂ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારીને પકડયાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આરટીઓ સર્કલ પાસે પોતાની કાર રોડ વચ્ચે પાર્ક કરી અને નશામાં ધુત કસ્ટમ પોલીસના જવાનનો વિડિઓ વાયરલ થયેલો આજે સોશ્યલ મિડીયામાં ફરી આ પ્રકારનો એક વિડિઓ વાયરલ થયો છે.

વિડિઓમાં પોલીસ કર્મચારી ભર બજારમાં દારૂના નશામાં લથડીયા ખાતો દેખાઇ રહ્યો છે. સોશ્યલ મિડિયામાં આ વિડિઓ મુન્દ્રાની બજારનો હોવાનું ચર્ચાઈ રહયું છે. ગુજરાત ભરમાં દારૂ બંધી હોવા છતા આ કાયદાના રક્ષકો જ ખુલ્લેઆમ દારૂ પીને કાયદાનો ભંગ કરતા હોય તો સામાન્ય પ્રજામાં કાયદાની અમલવારી કેવી રીતે થશે તેવો પ્રશ્ન જાગૃતો માંથી ઉઠી રહ્યો છે. માટે આ પોલીસ કર્મીના વિડિઓની તપાસ કરી આવા કર્મચારીઓ પર તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પ્રજામાંથી માંગ ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.