માઇનોરિટી કોઓર્ડીનેશન કમીટી સમક્ષ લીબર્ટી પ્રકાશન ઝુકયું : પયગંબર સાહેબની તસવીર બુકમાથી હટાવી માફી માંગી

917

અમદાવાદ : હાલમાં જ લીબર્ટી પ્રકાશન દ્વારા ‘ભારતનો ઇતિહાસ’ નામની બુક પબ્લીસ કરવામાં આવી હતી. આ બુકમાં ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હજરત મોહમ્મદ સાહેબની તસવીર છાપી હતી. જો કે વાસ્તવમાં હજરત મોહમ્મદ સાહેબની કોઈ તસવીર કે ચિત્ર છે જ નહી. આ બાબતે માઇનોરીટી કોઓર્ડીનેશન કમીટી (MCC Gujart) દ્વારા કાલે ગુજરાતના 33 જિલ્લાઓમાં લીબર્ટી પ્રકાશન વિરૂદ્ધ FIR કરાવવા એલાન કર્યું હતું. જો કે આ એલાન સંદર્ભે રાજયના ગુપ્તચર વિભાગની રિપોર્ટ તેમજ પબ્લિકના દબાણના કારણે લીબર્ટી પ્રકાશન દ્વારા આ બાબતે માફી માંગી લીધી છે. અને કાલે 33 જિલ્લામાં FIR કરાવવાનું કાર્યક્રમ રદ કરવામાં આવ્યું છે તેવું માઇનોરીટી કોઓર્ડીનેશન કમીટીના મુજાહિદ નફીસે જણાવ્યું છે. લીબર્ટી પ્રકાશન વતી સંપાદક જગદીશ પટેલ દ્વારા લખેલ માફીપત્રમાં જણાવ્યું છે કે તેઓએ ‘ભારતનો ઇતિહાસ’ નામના પુસ્તકમાં પેજ નં. 65 પર પયગંબર હજરત મોહમ્મદ સહેબનો ફોટોગ્રાફ પ્રસિધ્ધ થયેલ છે. જે ફોટોગ્રાફ તેમને ઇન્ટરનેટના માધ્યમથી મળ્યો હતો. આ બાબતે મુસ્લિમ અગ્રણીઓની રજૂઆતથી જાણવા મળ્યું કે હજરત મોહમ્મદ સાહેબનો કોઈ ફોટો અસ્તિત્વમાં જ નથી. પુસ્તકમાં છપાયેલો ફોટો કાલ્પનિક છે. આથી મુસ્લિમ સમાજની આ અંગે લાગણી દુભાઇ હોય, તો તે બદલ દિલગીરી વ્યક્ત કરૂં છું. પુસ્તકમાં આ ભૂલને સુધારી લેવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.