મર્હુમ ઇબ્રાહીમ ભચુની ખોટ મુસ્લિમ સમાજને સદાય રહેશે : હાજી જુમા રાયમા

3,297

ગાંધીધામ : જમીઅતે અહેલે હદીસ કચ્છ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણી ઇબ્રાહીમ ભચુ મમણનો ગઈ કાલે અવસાન થયો છે. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ દુખ વ્યક્ત કર્યો છે. જુમા રાયમાએ જણાવ્યું કે જમીઅતે અહેલે હદીસ કચ્છ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાન મર્હુમ ઇબ્રાહીમ ભચુનું ટુંકી બકમારી બાદ અવસાન થયો તે અત્યંત આઘાત જનક સમાચાર છે. મર્હુમ સમગ્ર કચ્છના તમામ સમુદાયમાં મીલનસાર સ્વભાવના કારણે લોકપ્રિય હતા. તેમજ મુસ્લિમ સમાજમાં અનેક લોકો વચ્ચેના વેર ઝેરનું સમાધાન- સુલેહ તેમણે કરાવ્યું હતું. તેમજ તેમને જયારે બ્રેઇન હેમરેજનો હુમલો થયો ત્યારે પણ એક સમાધાન કરાવવા તેઓ જઇ રહ્યા હતા. મર્હુમ ઇબ્રાહીમ ભચુની ખોટ મુસ્લિમ સમાજને સદાય માટે રહેશે તેમજ અલ્લાહ મર્હુમને જન્નતમાં આલા મકામ અતા કરે તેવી દુઆ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.