શૈક્ષણિક સંસ્થામાં રાજકારણની એન્ટ્રીથી બનેલ કલંકિત ઘટનાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત

518

ભુજ : ગઇ કાલે ABVP ના કાર્યકરો દ્વારા સેનેટની ચુંટણીની મતદાર યાદીને લઈને પ્રોફેસર બક્ષીના મોઢા પર સાહી લગાડી અને જે અયોગ્ય વિરોધ પ્રદર્શન કર્યું તે ઘટનાથી કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાની કચ્છ, ગુજરાત તેમજ દેશના પ્રતિષ્ઠિત મિડીયામાં નિંદા થઈ છે. તેમજ કચ્છમાં સામાજિક રાજકીય તેમજ જાગૃત નાગરિકોએ શિક્ષણના ઇતિહાસમાં કલંકિત ઘટના ગણાવી છે. અને શૈક્ષણિક સંસ્થામાં રાજકારણની એન્ટ્રીથી આવી કલંકિત ઘટના બની હોવાનું પણ શિક્ષણ વિદોમાં ચર્ચાઇ રહયું છે. આ ઘટનાના વિરોધમાં આજે કચ્છમાં જિલ્લા મથક ભુજમાં ધરણા પ્રદર્શન કરાયા હતા. કચ્છ યુનીવર્સીટીના પૂર્વ સેનેટ સભ્ય રમેશ ગરવા, દિપક ડાંગર, વિધાર્થી નેતા યશપાલસિંહ જેઠવા દ્વારા આ ધરણા પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ધરણામાં આમ આદમી પાર્ટીના દતેશ ભાવસાર, કોંગ્રેસ અગ્રણીઓ આદમ ચાકી, નવલસિંહ જાડેજા, નરેશ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, તેમજ અનેક શિક્ષણ વિદો તેમજ વરિષ્ઠ નાગરિકોએ હજર રહી શિક્ષણ જેવી પવિત્ર સંસ્થામાં બનેલી નિંદનીય ઘટના સામે વિરોધ નોંધાવ્યો હતો. કચ્છ યુનીવર્સીટીના પૂર્વ સેનેટ ડો. રમેશ ગરવાએ સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના ગણાવી હતી.

Get real time updates directly on you device, subscribe now.