“બહુ સરસ” ભુજ તા. પં. ઉપપ્રમુખે રોડની ગુણવત્તા હલકી હોવાની ફરિયાદ કરી, પણ ફકત એક જ રોડની ગુણવત્તા હલકી દેખાઇ ?

519

માધાપર : ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોર દ્વારા જલારામ કૃપા સોસાયટીમાં બનેલ રોડનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહેવાસીઓ વતી કલેકટરને ફરિયાદ કરવામાં આવી તે ખરેખર સરાહનીય વાત છે. પણ ઉપપ્રમુખ હિતેશ ખંડોરને ફકત એક જ રોડની ગુણવત્તા હલકી હોવાનું કેમ દેખાયું ? તે પ્રશ્ન ઉભો થાય છે. માની લઈએ કે સ્થાનિક રહેવાસીઓના કહેવા પર તેમણે રજૂઆત કરી પણ ગામમાં અન્ય વિસ્તારોમાં આવા હલકી ગુણવત્તા વાળા રોડ બનેલા છે જે માધાપર જુનાવાસની શેરીઓમાં લટાર મારવા નીકળીએ તો સ્પષ્ટ દેખાઈ આવે છે. માધાપર જુનાવાસમાં જયાં જયાં સી.સી. રોડ બનાવાયા છે તેમાંથી વધુ પડતા રોડ લાંબો સમય ટકતા નથી. હલકી ગુણવત્તાના કારણે રોડનું વરસાદમાં ધોવાણ થઈ જાય છે. હાલમાં જ થોડા સમય અગાઉ નવીલાઇન થી શિવ નગર સુધી ડામર રોડ બનતી વખતે ભ્રષ્ટાચારની ગંધ આવતા પ્રજાએ બનેલ રોડ ઉખડાવ્યો હતો જે નીચે ફોટોમાં દેખાઇ રહ્યું છે.

આવા અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો સમયાંતરે ઉઠીતી રહી છે. નિયમ મુજબ જોવા જઈએ તો બીનખેતી વિસ્તારમાં બીનખેતીની શરતો મુજબ રોડ બનાવવાની જવાબદારી બીનખેતી કરાવનારની હોય છે. બીનખેતી વિસ્તારમાં સરકારી નાણા વાપરી શકાતા નથી. માટે અહીં સરકારી ગ્રાન્ટમાંથી રોડ બનાવવું જ બીનખેતીની શરતનું ભંગ થાય છે. એટલે કે બીનખેતી વિસ્તારમાં સરકારી ગ્રાન્ટમાંથી રોડ બનાવવાનું આવતું જ નથી તેમ છતા આ પ્રકારે બીન ખેતી વિસ્તારમાં માધાપરમાં અનેક રોડ, રસ્તાઓ સરકારી ગ્રાન્ટમાંથી બનાવાયા છે. અને આ રસ્તાઓ બનાવતી વખતે હોશિયારી પૂર્વક રેકર્ડ પર વ્યક્તિગત નામ સાથે સેરીનું ઉલ્લેખ કરવામાં આવે છે અને સર્વે નંબરનું ઉલ્લેખ કરાતું નથી અને બીનખેતીની શરતભંગ કરી સરકારી નાણાનો વેડફાટ થાય છે. જયારે તાલુકા પંચાયત ઉપપ્રમુખે આવા તકલાદી કામો સામે પ્રજાના હિતમાં અવાજ ઉપાડ્યો છે ત્યારે આવા તમામ કામોમાં થયેલ ગેરરીતી વિરુદ્ધ રજૂઆત કરવી જોઈએં તેવું ગામના પ્રબુદ્ધ નાગરીકો ઇચ્છી રહયા છે.

Get real time updates directly on you device, subscribe now.