ઓવૈસીએ જેને જુઠો કહ્યો, કચ્છ મુલાકાત દરમ્યાન તેની જ સાથે આખું કચ્છ ફરવું પડ્યું!

4,459

ભુજ : કહેવાય છે કે રાજનીતિમાં ફક્ત અંગત ફાયદા માટે નિર્ણય લેવાતા હોય છે. નિર્ણય લેવા ટાણે નેતાઓ આને પ્રજાના હિત સાથે જોડતા હોય છે, પણ હકીકત એ અંગત સ્વાર્થ જ હોય છે. આવા અનેક દાખલા આપણે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને કચ્છ જિલ્લામાં પણ જોયા છે. નૈતિકતા અને ઇમાનદારીની વાતો કરતા નેતાઓના નિર્ણય પાછળ મુખ્ય મકસદ કંઇક બીજુ જ હોય છે. કચ્છમાં અબડાસાના ધારાસભ્યનો પક્ષ પલ્ટો હોય કે હાલમાં જ કોંગ્રેસ માથી ભાજપમાં ગયેલા હાર્દિક પટેલની વાત હોય, ખાસ કરીને ભાજપના જ મોદી-શાહની જોડીનો પ્રખર વિરોધથી નેતા બનેલા હાર્દિક પટેલે અચાનક વિકાસની રાજનીતિથી અંજાઇ અને ભાજપ પ્રવેશ કર્યો હતો.

હવે વાત કરીએ હૈદરાબાદના સાંસદ અને ઓલ ઇન્ડીયા મજલીસે ઇત્તિહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસાદુદીન ઓવૈસીની પાર્ટીની, આ પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યમાં સત્તાવાર એન્ટ્રી કરી હતી. ઘણા અંશે કામીયાબ પણ થઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મોડાસા નગરપાલિકા, ગોધરા નગરપાલિકા અને ભરૂચમાં તેઓ સીટો મેળવવામાં કામીયાબ રહ્યા હતા.

આ પાર્ટી કચ્છના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી પણ પહેલા ચર્ચામાં આવી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાં હતા ત્યારે ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી, ફરી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. આ પેટા ચૂંટણીમાં એક મુસ્લિમ આગેવાન દ્વારા ઓવૈસીની પાર્ટી માંથી ચૂટણી લડશે એવો દાવો કર્યો હતો. ત્યાર બાદ ખુલાશો થયો કે ઓવૈસીની પાર્ટી અબડાસામાં ચૂંટણી લડવાની જ નથી. તે સમયે કચ્છના જ એક મુસ્લિમ યુવા દ્વારા ઓવૈસીને ફોન પર સંપર્ક કરી આ આગેવાનનો નામ લઇ આ સમગ્ર ઘટના જણાવી, જેની તે સમયે કથીત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ વાતચીતમાં ઓવૈસીએ પોતાની પાર્ટી લડતી હોવાની વાત ખોટી ગણાવી તે આગેવાન ખોટો છે, તેના પર કેસ થવું જોઈએ એવું જણાવ્યું હતું.

વાત અહિં પુરી નથી થતી, ત્યાર બાદ ઓવૈસીની પાર્ટીએ સત્તાવાર કચ્છમાં એન્ટ્રી કરી અને સંગઠન બન્યું, જેમાં કચ્છના અનેક યુવાઓ અને નવા ચહેરા જોડાયા પણ જે આગેવાનને ઓવૈસીએ કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં જુઠો કહ્યો તે પણ હાલ પાર્ટીના જિલ્લા કક્ષાના મુખ્ય આગેવાનમાં સામેલ છે. તેને સાથે રાખી ઓવૈસી કચ્છ મુલાકાત દરમ્યાન સમગ્ર કચ્છમાં ફરવું પડ્યું છે.

આ વાત પરથી ફિલ્મ “રાજનીતિ” માં નાના પાટેકર પર ફિલ્માવેલ ડાયલોગ યાદ આવે છે કે , ” राजनीति में फैसले सही या गलत नहीं होते, उनका मोल तो मक़सद पुरा करने का होता है, चाहे जैसे भी हो।

Get real time updates directly on you device, subscribe now.