રાષ્ટ્રીય કરણી સેનાના મંચ પરથી મુસ્લિમ સમાજને ઘરમાં ઘુસી મારવાની ધમકી આપનારને હાજી જુમા રાયમાએ આપી ચેલેન્જ

15,425

ભુજ : છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશમાં પયગંબર મોહમ્મદ સાહેબની શાન માં ગુસ્તાખી કરનાર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ક્યાંક શાંતિ પૂર્ણ તો ક્યાંક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

કચ્છ જિલ્લો કોમી એકતા અને શાંતિ માટે જાણીતો પ્રદેશ છે. પણ નુપુર શર્મા મુદે છેલ્લા ઘણા દિવસોથી સોશ્યલ મિડિયા પર કોમી તણાવ ઊભો થાય તેવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે. આ મુદે કચ્છના મુસ્લિમ સમાજે કોઈ રેલી કે ટોળાશાહિ કરી નથી, મુસ્લિમ સમાજની સંસ્થાઓના જવાબદાર લોકો દ્વારા ફક્ત તંત્રને આ મુદે રજૂઆત કરવામાં આવી છે. છતાય કોમી તણાવ ફેલાય તેવા નિવેદનો જાહેર મંચ પરથી અપાઇ રહ્યા છે.

ગઇ કાલથી રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યક્રમનો એક વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નુપુર શર્માના સમર્થનમાં સ્ટેજ પરના વક્તાએ જણાવ્યું કે નુપુર શર્માનો હાથ તેની પાર્ટીએ મુકી દીધો છે, પણ અમે એના સમર્થનમાં છીએ, એને કાંઇ પણ થયું તો તમારા ઘરમાં આવી ને તમને બહાર કાઢશું, તેમજ અન્ય રાજ્યના કરણી સૈનિકો પણ અહિ આવશે તેવું ધમકી ભર્યું ભાષણ કરવામાં આવ્યું છે.

આ ભાષણના જવાબમાં મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું છે કે ગઈ તા. ૧૨/૬/૨૨ ના ભુજ મુકામે રાષ્ટ્રીય કરણી સેના ના પ્રોગ્રામ મા એક વ્યક્તિ એ નુપુર શર્મા ના મુસ્લિમ સમાજ ના મહાન પયગંમ્બર સાહેબ નીવેદન અંગે ખુલ્લું સમર્થન આપી ને મુસ્લિમ સમાજ ના લોકો ને ઘરમાં ઘુસી ને મારવાની ખુલ્લી ધમકી આપનાર પર પોલીસ તંત્ર કેમ કાર્યવાહી કરતું નથી ?? શુ તંત્ર તેમને આવા ભડકાઉ ભાસણ કરવાની પરવાનગી આપેલ છે ?? કે પછી અત્યાર સુધી શાંત રહેલ કચ્છ મા પણ તોફાન કરાવવાના મલીન ઇરાદા ધરાવનાર ને તંત્ર નુ સમર્થન છે ???

ઈસ્લામ ના મહાન પયગંમ્બર સાહેબ ની શાન મા ગુસ્તાખી કરનાર નુપુર બેશર્મના નીવેદન અંગે કચ્છ ના મુસ્લિમ સમાજે લોકશાહી ઢબે આવેદન આપી શાંત વિરોધ નોધાવેલ છે. ત્યારે નુપુર ના બેશર્મ સમર્થક દ્વારા ભુજ ની મીટીંગ મા મુસ્લિમ સમાજ ને ઘર મા ઘુસી ને મારવાની ધમકી આપી છે, તેને ચેલેંજ છે કે દમ હોય તો નિર્દોષ મુસ્લિમ ને હાથ લગાવી જુઓ. અમારી ભલમનશાહી ને અમારી બુઝદીલી સમજવાની કોશીશ ન કરજો હવે મુસ્લિમ સમાજ પણ “જેવા સાથે તેવા” ની રીતે કામ કરશે, મુસ્લિમ સમાજ બધુ સહન કરશે પણ પોતાના પ્યારા પયગંમ્બર ની શાન મા જરા પણ ગુસ્તાખી સહન નહી કરે પયગંમબરે ઈસ્લામ માટે મુસ્લિમ સમાજ પોતાની ધન દોલત સાથે પોતાના દીકરાઓ ની કુરબાની આપી દેશે તેવું હાજી જુમા રાયમાએ પ્રતિક્રિયામાં જણાવેલ છે.

વધુમાં આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને લઈ જીલ્લા ના વહીવટ તંત્રએ મુસલિમ સમાજ ને ધમકી આપનાર સામે કાનુની કાર્યવાહી કરવી જોઈએ અને આજ પછી આવા બનાવ ન બંને તેની તકેદારી રાખવી જોઈએ તેવી વિનંતી કરી છે. નહિતર બંધારણ પણ અમને અમારું રક્ષણ કરવાની પરવાનગી આપે છે તેવી તાકીદ સાથે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.