કોરોના કહેર : સમગ્ર ગુજરાત 31માર્ચ સુધી લોક ડાઉન

351

ભુજ : ગુજરાત સરકાર દ્વારા 25 માર્ચ સુધી પાંચ મહાનગરો અને કચ્છમાં લોક ડાઉન જાહેર કરાયો હતો. જે મુદત વધારી આજે ગૃહ વિભાગે 31 માર્ચ સુધી ફક્ત છ જીલ્લા જ નહી પણ સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર ગુજરાત રાજયમાં 31 માર્ચ સુધી લોક ડાઉન જાહેર કરાયો છે. આ મુદે રાજયના ડી.જી.પી. શિવાનંદ ઝા અને ગૃહ વિભાગના મુખ્યસચિવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરવામાં આવી છે. લોક ડાઉનમાં રાજ્યની અન્ય રાજયો સાથેની તમામ આંતર રાજ્ય બોર્ડરો સીલ કરવામાં આવશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દૂકાનો ચાલુ રાખવામાં આવશે, તેમજ આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવાનું નકકી કરવામાં આવ્યુ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ન પડે તેને ધ્યાને લઇ તમામ પ્રકારના માલ વાહક વાહનો ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે મેડીકલ સ્ટોર, કરીયાણાની દૂકાનો, દૂધ-શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દૂકાનો, જરૂરી સરકારી સેવાઓ ચાલુ રાખવાની પણ છુટ આપવામાં આવી છે. ટેક્ષી, કેબ, રીક્ષા, લક્ઝરી બસ વગેરે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રાખવા જણાવાયું છે. ખાનગી વાહનોની અવર જવર ઓછી કરવા ટુ વ્હીલવ તથા ફોર વ્હીલરમાં ફક્ત બે વ્યકિતઓ ને જ મુસાફરી કરવા તાકીદ કરાઇ છે.

જનતા હીતમાં લેવાયેલ આ નિર્ણયની અમલલારી માટે પોલીસને સહકાર કરવા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા પણ લોક ડાઉન માટે પગલા લેવામાં આવે તેને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરાઇ છે. જે પોલીસને સહયોગ ન કરે તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સુચના આપવામાં આવી છે. લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા રાજ્યમાં અલગથી SRPF ની 6 કંપનીઓ તથા RAF ની 4 કંપનીઓ ફાળવવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.