કચ્છ યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ વચ્ચે જૂથવાદ : “એકશન કા રીએકશન”

1,744

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ વચ્ચેનો ખટરાગ ફરી એક વાર સપાટી પર આવ્યું છે. આજે બપોરે મીટીંગ માટે હોલની ના પાડી દેવાતા કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ ભવન મધ્યે જ ધરણા શરૂ કરી દીધા હતા. આ બાબતે પત્રકારો સાથે વાત કરતા યુથ કોંગ્રેસના હરીસિંહ જાડેજાએ જણાવ્યું કે આજે અમારી મીટીંગ હોવાથી અમે કોંગ્રેસ ભવનના હોલની ચાવી માંગી હતી ત્યારે ચોખુ કહેવાઈ ગયું કે યુથ કોંગ્રેસ માટે ચાવી નથી. અમે 28 તારીખે રાહુલ ગાંધીના અડાલજ પ્રોગ્રામમાં વધુમાં વધુ કચ્છમાંથી યુવાનો જોડાય તેની તૈયારીના ભાગ રૂપે અમે મીટીંગનુ આયોજન કર્યું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યુથ કોંગ્રેસની અવગણના કરી રહ્યા છે તેવો હરીસિંહ જાડેજાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ યુથ કોંગ્રેસ દ્વારા શક્તિ સંમેલનનું ભુજમાં ટાઉન હોલ મધ્યે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખની બાદબાકી રખાઈ હોવા બાબતે વિવાદ વકર્યો હતો. તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું આ કાર્યક્રમમાં કયાંય નામોલ્લેખ સુધાં પણ કરાયો ન હતો. જોકે આ વિવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યુથ કોંગ્રેસમાં હતા ત્યારથી હોવાનું મનાય છે પણ એક મહિનાના પહેલા યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં થયેલ વિવાદના રીએકશનમાં આજે વિવાદ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.