ભાજપ શાસિત ભુજ નગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની : કોંગ્રેસ

648

ભુજ : નગરપાલિકા વોર્ડ નં. 6 નાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચેતન શાહનો ચૂટણી પ્રચાર કાર્યાલય ઘનશ્યામ નગર મધ્યે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને ભુજ વિધાનસભા પ્રભારી તથા પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરત ઠકકરના હસ્તે આજે ખુલુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચેતન શાહનો પેટા ચૂટણીમાં જ્વલંત વિજય થશે અને ભુજની પ્રજા ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવી અને નગરપાલિકામાં ચેતન શાહને મોકલે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે માજી ધારાસભ્ય મહેશ ઠક્કર, પ્રદેશના પૂર્વ મહામંત્રી આદમ ચાકી, શંકર સચદે, અમીરઅલી લોઢીયા અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ ભ્રષ્ટાચાર જેનો પર્યાય બની ગયેલ છે, તેવી ભાજપ શાસિત ભુજ નગરપાલિકાની કાર્ય પ્રણાલી તોડી અને પરિવર્તનની લહેર રૂપે ચેતન શાહને વીજયી બનાવવા અપીલ કરી હતી. જૈન સમાજના પૂર્વ પ્રમુખ ભદ્રેશ શાહે ચેતન શાહ જેવા નિષ્ઠાવાન ઉમેદવારને જીતાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ રસીક ઠકકરે સૌને આવકાર્યા હતા. વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ચેતન શાહે પોતાની ઉમેદવાર તરીકે પસંદગી બદલ પક્ષ તેમજ પક્ષના આગેવાનોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અરજણ ભુડીયા, રફીક મારા તેમજ જિલ્લા, શહેરના કોંગ્રેસ આગેવાનો, નગરપાલિકા કોંગ્રેસ પક્ષના નગર સેવકો તથા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન યશપાલસિંહ જેઠવા અને દિપક ડાંગરે કરી હતી. આભાર વિધી શહેર મહામંત્રી અનીલ સોનીએ કરી હતી તેવું પ્રવકતા ગની કુંભારની યાદીમા જણાવાયું હતું.

Get real time updates directly on you device, subscribe now.