કચ્છમાં મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકનારા સામે પોલીસ લાચાર ? : કાર્યક્રમમાં હાજર રહેલ રાજકીય સામાજિક આગેવાનો પણ મૌન : જુમા રાયમા

12,001

ગાંધીધામ : કચ્છમાં મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઝેર ઓકવાના વધી રહેલા કિસ્સાઓ બાબતે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ કલેકટરને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે આપણો ભારત દેશ ગંગા જમની તહેજીબનો દેશ છે. તેમાં કચ્છ જિલ્લો સમગ્ર વિશ્વને કોમી એકતાનો સંદેશ આપતો જિલ્લો છે. કચ્છમાં હિન્દુ અને મુસ્લિમ સમાજે એક બીજાના સુખ દુખ મા ભાગીદાર બની એકબીજા માટે બલીદાનો આપ્યા છે. પણ છેલ્લા થોડા સમયથી કચ્છ જિલ્લામાં અમુક અસામાજિક તત્વો કે જેમણે હિન્દુ સમાજના નામે સંમેલનો યોજીને કચ્છની શાંતિમાં પલીતો ચાંપવાનો ઠેકો લીધો છે. આ કહેવાતા ઠેકેદારો ભારતીય ને ભારતીયો સાથે લડાવવાની ISI ની નિતીનો પરોક્ષ રીતે હાથો બની પ્રચાર કરી રહેલા તત્વો જાહેરમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધ ઝેર ઓકતાં ભાષણો આપીને સમગ્ર કચ્છ જિલ્લાના મુસ્લિમોની લાગણી દુભાવવાનો કૃત્ય કરેલ છે. આવા તત્વોને નસીયત આપવાનો કામ પોલીસ તંત્રનો છે. પણ અફસોસ સાથે કહેવું પડે છે કે જિલ્લાનો પોલીસ તંત્ર આટલું લાચાર છે ? શું આવા તત્વોને અશાંતિ સર્જવા માટે પડદા પાછળ રહી પોલીસ તંત્ર પ્રોત્સાહન આપી રહયું છે ? પોલીસ તંત્રને કઇ લાચારી નડી રહી છે કે ખુલ્લેઆમ ઝેર ઓકતા ભાષણ થાય અને પોલીસ લાચાર બનીને સાંભળે છે. સમગ્ર મુસ્લિમ સમાજનો વિશ્વાસ તંત્ર ઉપરથી ઉઠી જાય તે પહેલા આવા તત્વો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી થાય તેવી જુમા રાયમાએ માંગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે ગઇ કાલે નખત્રાણા મધ્યે “ત્રિશુલ દીક્ષા”ના નામે ધર્મસભા યોજાઈ તેના આયોજકો અને મુખ્ય વકતા હતા તેને તંત્ર સારી રીતે જાણે છે. આ સભામાં ઘણા રાજકીય અને સામાજિક આગેવાનો હાજર હતા તે લોકોએ પણ આવા તત્વોને રોકવાની તસ્દી ન લીધી તે બાબત ઘણુ બધુ સૂચવી જાય છે. બીજા દિવસે ગઢશીસામાં પણ આ પ્રકારના ભાષણો કરી અને અસામાજિક તત્વો દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશીસ કરી છે. કચ્છ એક સરહદી જિલ્લો છે પડોશમાં આપણો દુશ્મન દેશ છે. ત્યારે કોઈ જાતના કારણ વગર ઝેર ઓકતી ભાષા વાપરતા આવા તત્વો ને વહેલી તકે રોકવામાં આવે. કારણ કે હાલ આપણા દેશની જે પરિસ્થિતિ છે તેને જોતા હિન્દુનો “હ” અને મુસ્લિમનો “મ” હમ બનીને આપણે દુશ્મન દેશનો મુકાબલો કરવાનો છે. ત્યારે કચ્છ જિલ્લામાં સમગ્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરતા ભડકાઉ ભાષણ કરનારાઓ ને અટકાવવામાં પોલીસ તંત્ર કેમ ઉણો ઉતર્યો છે ? ત્યારે શું પોલીસ આવા તત્વોને અશાંતીનો માહોલ બનાવવા આડકતરી રીતે પરમીશન આપી દીધી છે ? તેમજ કચ્છના હિન્દુ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો માટે પણ એક સવાલ છે કે શું આ થઇ રહ્યું છે તે યોગ્ય છે? શું આવા લોકોને રોકવાની હિન્દુ સમાજના સજ્જન વ્યક્તિઓની જવાબદારી નથી ? મુસ્લિમ સમાજના આવા ઘણા કાર્યક્રમો થાય છે અને હિન્દુ સમાજ વિરુદ્ધ આવુ કયારેય બોલવામાં આવતું નથી. માટે આવા મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ભાષણો કરનાર તત્વો વિરૂદ્ધ તંત્ર કાર્યવાહી કરે અને હિન્દુ સમાજના આગેવાનોને અપીલ છે કે આવા કાર્યક્રમો રોકી અને કાર્યક્રમો પ્રત્યે અણગમો વ્યકત કરે. આવા ભાષણોના જવાબ આપવા માટે મુસ્લિમ સમાજનો એક વર્ગ અમારી ઉપર દબાણ કરી રહ્યો છે. તેને અમો કચ્છની કોમી એકતા જાળવવા માટે રોકી રહયા છીએ. હાજી જુમા રાયમાએ ભાર પૂર્વક જણાવ્યું છે કે આ બાબતે હવે અમે આવેદન આપી આપીને થાક્યા છીએ. માટે પોલીસ રાજકીય સેહ શરમ રાખ્યા વગર આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી અને આવા કૃત્યો રોકી અને કચ્છમાં કોમી એકતાનો માહોલ જળવાઇ રહે તેવી માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.