મિઝલ્‍સ, રુબેલાની રસી બાબતે અફવાઓ પર ધ્યાન આપવું નહીં : કચ્‍છ જિલ્‍લા આરોગ્‍ય અધિકારી

630

ભુજ : બુધવારે કચ્‍છ જીલ્‍લા પંચાયત ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવેલ જેમાં ખાસ ઉપસ્‍થિત કચ્‍છ જીલ્‍લાના ગાંધીધામ ખાતેના બાળરોગ નિષ્‍ણાંત ડો.નવીન ઠકકરએ જણાવ્‍યુ હતું કે મિઝલ્‍સ અને રુબેલાની રસી સંપુર્ણપણે સુરક્ષિત છે અને કોઈ આડઅસર થતી નથી. આ જે રસી છે તેનો ઓટીઝમથી કોઈ સંબંધ નથી. ૧,૩૪,૨૦૦ બાળકોના મિઝલ્‍સના લીધે આખા વિશ્વમાં મરણ થાય છે અને એની કોઈ સારવાર ઉપલબ્‍ધ નથી. મિઝલ્‍સ અને રુબેલાને લીધે બાળમરણના દરમાં વધારો થાય છે. મિઝલ્‍સ અને રુબેલાની રસી લેવાથી બાળમરણના દરમાં ઘટાડો કરી શકાય છે. ત્‍યારે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્‍છમાં નવજાત શિશુઓમાં રુબેલાને લીધે હદયરોગનો પ્રમાણ, જન્‍મજાત બહેરા-મુંગા કેસોના પ્રમાણ વધારે અને જન્‍મજાત મોતીયાના કેસો પણ વધારે મળે છે એમઆર કેમ્‍પેઈન કામગીરી ૧૦૦ ટકા કવરેજ કરવાથી આવનાર જન્‍મજાત ખોડખાપણ વાળા કેસોની સંખ્‍યામાં ઘટાડો કરી શકાય છે. ડો. દેવેન્‍દ્ર ડાંગરે વાલીઓને અપીલ કરતા જણાવ્‍યું છે કે રસી સંપુર્ણપણે સુરક્ષિત છે. ન્‍યુરોફીઝીશીયન ડો. વચન મહેતા ઓરી અને રુબેલા વિશેની અફવાઓથી દુર રહેવા જણાવ્‍યું હતું. ડબલ્‍યુ.એચ.ઓ.ના ડો. રાહુલ કામ્‍બલેએ કચ્‍છમાં મિઝલ્‍સ રુબેલાના રસીકરણ વિશે સમજ પાડી અને અભિયાનનું મહત્‍વ સમજાવ્‍યું હતું. ઉપસંહારમાં મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે એ જણાવ્‍યુ હતું કે બે દિવસથી એમઆર કેમ્‍પેઈન ચાલુ છે જેમાં બે દિવસમાં કુલ ૭૬૫૧૬ બાળકોને રસી આપવામાં આવેલ છે જેમાં એક પણ બાળકને કોઈ આડઅસર જોવા મળેલ નથી. જેથી આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ જીલ્‍લા પંચાયત તરફથી જીલ્‍લાના તમામ ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને રસીમાં આવરી લેવાના છે તેઓશ્રીના વાલીઓને અપીલ કરવામાં આવે છે કે ખોટી અફવા અને નકારાત્‍મક અફવાઓથી દોરવાવું નહિ તેવું ડો.પંકજ પાંડે મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી જીલ્‍લા પંચાયત કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.