હજની પવિત્ર યાત્રા માટે જતા હજ યાત્રીઓ જી. કે. જનરલ હોસ્પિટલ મધ્યે રસી મુકાવવા એકઠા થયા

381

ભુજ : હજની યાત્રા એ મુસ્લિમ બિરદારો માટેની એક પવિત્ર યાત્રા હોઈ છે અને જે લોકો હજ યાત્રા કરવા માટે આર્થીક સક્ષમ છે તેઓ પર હજા યાત્રા ફરજ છે. આ વર્ષે પણ સમગ્ર ભારત દેશમાંથી હજ યાત્રીઓ હજ કરવા સાઉદી અરેબિયા ખાતે આવેલ મકકા મદિનાની પવિત્ર સફર કરી રહ્યા છે. જેમાં સમગ્ર કચ્છમાંથી હજ કમિટી ગવરમેન્ટ ઈન્ડિયા તરફથી ૪૭૦ લોકો અને અમુક પ્રાઈવેટ ટુર મારફતે હજની યાત્રામાં અંદાજીત ૧૭૦૦ હજ યાત્રીઓ જઈ રહ્યા છે. જેથી આ યાત્રીઓને કોઈ ચેપી રોગ ના લાગે તે માટે તેઓ આજ રોજ ભુજ ની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આ હજ યાત્રીઓ રસી મુકાવા એકઠા થયા હતા.

Get real time updates directly on you device, subscribe now.