પશ્ચિમ કચ્છ LCB એ મીરઝાપર થી ઇંગ્લીશ દારૂ પકડયો

837

ભુજ : પશ્ચિમ કચ્છ LCB એ ભુજ તાલુકાના મીરઝાપર ગામે રેઇડ કરી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો છે. LCB ને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે નિલેશ આરબ કોલી રહે. મીરઝાપરના ઘરે રેઇડ કરતા તેના કબજામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 14 4900 રૂ. કીમતની તેમજ રૂ. 500 ની કીમતનો મોબાઇલ સાથે કુલ્લ 5400 રૂ. ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરાતા આ દારૂ કાનો ઉર્ફે કાનજી ઇબ્રાહીમ કોલી રહે. મીરઝાપર એ તેને વેંચવા આપ્યો હોવાનું કબુલતા બંને આરોપીઓ વિરુધ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.