માંડવીના મોટા સલાયા માથી 73200 ના મુદામાલ સાથે જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા

1,680

માંડવી : પોલીસે સલાયામાં રેઇડ કરી જુગાર રમતા પાંચ ઇસમોની ધરપકડ કરી છે. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની સુચનાથી જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે માંડવી તાલુકાના મોટા સલાયા ગામે રેઇડ કરી જુગાર રમતા આરોપી સલીમ સુલેમાન ભટી, સલીમ અલી ભોલીમ, રાજીક રજાક ભોલીમ, અશગર ઇબ્રાહીમ પલેજા અને વસીમ હારૂન ડોસાણી તમામ રહે. મોટા સલાયા તા. માંડવી પાસેથી રોકડ રૂ. 17200 , મોબાઈલ નંગ 3 11000 રૂ. તથા બે મોટર સાયકલ કી. રૂ. 45000 મળીને કુલ્લ 73200 ના મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.