ગુંદાલા ગામ પાસે બાઇક સ્લીપ થતા માથાના ભાગે ઇજા થતા મહિલાનું મૃત્યુ

1,014

મુન્દ્રા : બાઇક સ્લીપ થવાથી માથામાં થયેલ ઇજાના કારણે વાવારની મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના વવાર ગામના મેઘરાજ રાણાભાઇ ગઢવી અને સોનબાઇ ગોવિંદ ગઢવી બાઇક દ્વારા મુન્દ્રાથી વવાર જઇ રહયા હતા. ત્યારે રસ્તામાં ગુંદાલા ગામ પાસે આવેલ રામાપીરના મંદિર પાસે બાઇક સ્લીપ થવાથી સોનબાઇ ગઢવીને માથાના ભાગે ઇજા થઇ હતી. પ્રથમ સારવાર માટે મુન્દ્રામાં મીન્મસ હોસ્પિટલ લઈ ગયા બાદ વધુ સારવાર માટે ભુજની એડવર્ડ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ અને વધુ સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલ ભુજ લઇ આવતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરેલ છે. આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.