લખપત તાલુકાના મેઘપરમાં ચાર્જમાં રાખેલ મોબાઇલ પર વાત કરતા વીજ કરંટ લાગતા યુવાનનું મૃત્યુ

5,989

નરા : લખપત તાલુકાના મેઘરજ ગામે રહેતા યુવાનનું ચાર્જમાં રાખેલ ફોન પર વાત કરતા દરમ્યાન વીજ કરંટ લાગવાથી મૃત્યુ નીપજયો છે. નરા પોલીસ સ્ટેશને થી મળતી વિગત અનુસાર લખપત તાલુકાના મેઘપર ગામે રહેતો 22 વર્ષીય યુવાન શિવકુમાર તોલન પ્રસાદ ભીંડ મોબાઇલ ફોન ચાર્જમાં રાખી અને વાત કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક વીજ કરંટ લાગતા તેને સારવાર અર્થે 108 દ્વારા દયાપર સી.એચ. સી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે નરા પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુની નોંધ કરી બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.