માંડવીના ભાડિયા ગામના ગઢવી યુવાનની હત્યામાં બે શખ્સોની અટકાયત ?

2,156

માંડવી : માંડવી તાલુકાના ભાડિયા ગામના દેવાંધ ગઢવી નામના યુવાનની હત્યા કરેલી લાશ આજે પોલીસે વાડી વિસ્તારમાં આવેલ બોરમાં તેની લાશ હોવાનું જાણવા મળેલ છે. આ લાશ દેવાંધ માણેક ગઢવીની હોવાનું જાણવા મળેલ છે. આ યુવાન મહા શિવરાત્રીની રાત્રે ભજનના કાર્યક્રમમાં ગયેલ ત્યારથી ગુમ થયેલ હતો.

યુવાનની તિક્ષણ હથિયારથી હત્યા કરાઈ છે. રૂપિયાની લેવડ દેવડ બાબતે આ હત્યા કરાઈ હોવાની શકયતા સેવાઇ રહી છે. આ હત્યાની શંકામાં પોલીસે બે ગઢવી યુવાનોની અટકાયત કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.  જોકે કોઈ શખ્સોની અટકાયત કરેલ હોવા બાબતે પોલીસ સતાવાર જાહેરાત કરી નથી.

Get real time updates directly on you device, subscribe now.