રાપર અને ભચાઉ નગરપાલિકામાં કમળ ખીલ્યો

761

ભુજ : સમગ્ર ગુજરાતમાં યોજાયેલ નગરપાલિકાઓ ની ચુંટણી સાથે કચ્છના રાપર અને ભચાઉ નગરપાલિકાની ચુંટણી તાજેતરમાં યોજાઈ હતી. આજે સવારે બંને નગરપાલિકાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા જેમા રાપર નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં ભાજપે સતા હાસલ કરી છે. રાપરમાં માંડ બે સીટના માર્જીનથી ભાજપે સતા હાસલ કરી છે. રાપરમાં ભાજપે 15 સીટ અને કોંગ્રેસને 13 સીટ પર વિજય મેળવ્યો છે. જયારે ભચાઉ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 19 અને કોંગ્રેસે 9 સીટ પર વિજય મેળવ્યો છે આમ કચ્છની બંને નગરપાલિકામાં ભાજપ સતા મેળવવામાં સફળ રહી છે.

Get real time updates directly on you device, subscribe now.