મુન્દ્રા પોલીસે સગીર યુવતીના અપહરણના આરોપીને જુનાગઢથી ઝડપી પાડયો

816

મુન્દ્રા : મુન્દ્રા પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનાહના ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ જનાર આરોપી જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચનાથી મુન્દ્રાના પી.આઈ બી.આર ડાંગર સાહેબના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા મુન્દ્રા પોલીસ સ્ટાફને મોકલતા આરોપી

અલ્પેશ ઉર્ફે ભગત રામજી બાબરીયા (ઉ.વ. 21) રહે જુનાગઢ વાળાને તેના વતન મેંદરડા ખાતેથી તા. 17/2 ના પકડી અને આગળની તપાસ હાથ ધરેલ છે. આ કાર્યવાહીમાં મુન્દ્રા PI બી.આર. ડાંગર સાથે ASI કાનજીભાઈ આહિર, પો. હેડ. કો. રાજેશ કુંભારવાડીયા, વાલાભાઇ ગોયલ, રવજીભાઈ બરારીયા, કોન્સ. ખોડુભા ચુડાસમા અને જયેશ સોલંકી જોડાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.