‘તું કોંગ્રેસનો પ્રચાર કેમ કરશ’ તેવું કહીને ભાજપ આગેવાનના પુત્ર સહિત ચાર જણાએ રાપરના યુવાનને ઢોર માર માર્યો

1,393

રાપર : રાપર નગરપાલિકાની ચ ચુંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરનાર યુવકને ભાજપ આગેવાનના પુત્રએ માર માર્યો હોવાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાબતે રાપર પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી હસમુખ રાજેશ રામાનંદી (સાધુ) ઉ.વ. 21 રહે. રાપર તા. 17 મીએ રાત્રે પોતાના ઘરથી કોંગ્રેસ કાર્યાલય તરફ જતી વખતે રસ્તામાં વિજયસિંહ હઠુભા સોઢા, સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલા તેમજ પ્રફુલસિંહ હઠુભા સોઢાએ તેનું મોટરસાયકલ રોકી અને તું કોંગ્રેસનો પ્રચાર કેમ કરસ તેવું કહીને ગાળો બોલવા માંડતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેને બાઇક પરથી નીચે ઉતારી અને પીઠમાં તેમજ મોઢાના ભાગે ઢોર માર માર્યો હતો.

ત્યારબાદ હઠુભા સોઢા ત્યાંથી પસાર થતા તેમણે પણ યુવાનને ગડદાપાટુનો માર મારતા ફરિયાદી યુવાન રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ આ બાબતે રાપર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 323, 504 અને 114 પ્રમાણે ગુનો દાખલ કરેલ છે. આ ઘટના બાદ સોશયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા કે રાપર નગરપાલિકાના ની ચૂટણી મા હાર ભારી ગયેલી ભાજપ ના આગે વાન નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સૉઢા તેમનૉ પુત્ર તથા અન્ય ભાજપ ના કાર્યકરતા દ્વારા એક કોગ્રેસ ના સામાન્ય કાર્યકરતા ગરીબ સાધુ ના દીકરા ઉપર જીવલેણ હુમલૉ કરવા મા આવ્યો રાપર ની સાન્તી પ્રિય જન્તા ને સમજી વિચારી ને રાપર નુ સાશન સૉપવા નમ્રઅપીલ

Get real time updates directly on you device, subscribe now.