ભચાઉ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ તરફી બળ જબરીથી મતદાન કરાવાયું : ટુંક સમયમાં કરાશે ફરિયાદ

1,105

ભચાઉ : તાજેતરમાં યોજાયેલ કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકાની ચુંટણીના પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા જેમા ભાજપે બંને નગરપાલિકામાં સતા હાસલ કરી છે. ત્યારે તેના બરોબર એક દિવસ બાદ સોશયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થયો છે જેમા એક વ્યક્તિ રીટર્નીંગ ઓફીસ તેમજ તમામ સરકારી સ્ટાફની હાજરીમાં બુથની અંદર લોકોને બળ જબરીથી કોઈ ચોકકસ પક્ષ તરફી મતદાન કરવા દબાણ કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બાબતે ભચાઉ નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષની ટિકિટ પર ચુંટણી લડનાર શરીફ નોતિયારે ‘વોઇસ ઓફ કચ્છ’ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે આ વિડિઓ વોર્ડ નં. 7 ના બુથનો છે

જેમા તેઓ ચુંટણી લડયા હતા. આ વિડિઓમાં દેખાતો વ્યક્તિ ભાજપનો કાર્યકર છે અને મતદાન બુથ પર ફરજ બજાવતા તમામ અધિકારીઓની હાજરીમાં લોકોના હાથ પકડી પકડીને બળ જબરીથી ભાજપ તરફી મતદાન કરાવી રહ્યો છે. જેથી વોર્ડ નં. 7 ની કોંગ્રેસની પેનલને હારનો સામનો કરવો પડ્યો છે. માટે આ લોકશાહીની હત્યા કરનારી ઘટના છે આ બાબતે ચુંટણીપંચ તેમજ સરકારે ગંભીર વિચારણા કરી તમામ જવાબદારો પર કાર્યવાહી કરવી જોઈએ. વધારેમાં શરીફ નોતિયારે જણાવ્યું કે તેઓ પક્ષ સાથે ચર્ચા કરી આ બાબતે ટુંક સમયમાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાના છે.

Get real time updates directly on you device, subscribe now.