આચારસંહિતાની અમલવારી માટે પધ્ધર પોલીસ દ્વારા કરાય છે વાહન ચેકીંગ

393

પધ્ધર : આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે લાગુ થયેલ આચારસંહિતા ની કડક અમલવારી કરાવવા ભુજ તાલુકાના શેખપીર નજીક પધ્ધર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ ચાલુ કરાયું છે. આ અંતર્ગત દરરોજ ટુ વિહિલર, ફોર વહીલર તેમજ મોટા વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી આચારસંહિતાની કડક અમલવારી થાય તેના ભાગ રૂપે આ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. ચૂંટણી આચારસંહિતાને લઈને પધ્ધર પોલીસે વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરોક્ત તસ્વીરમાં વાહન ચેકીંગ કરતા પધ્ધર પોલીસના જવાનો નજરે પડે છે.

Get real time updates directly on you device, subscribe now.